Only Gujarat

Sports

મુંબઈ ઈન્ડિયન્સની હારથી નિરાશ થયો ઈશાન કિશન, ગર્લફ્રેન્ડે કરી એવી કમેન્ટ કે ચોંકી ગયા લોકો

ઇશાન કિશને સોમવારે એટલે કે 28 સપ્ટેમ્બરે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 2020માં 10માં મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું. તેમણે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે સામે 58 બોલમાં 99 રન બનાવ્ચાં. આ દરમિયાન તેમણે 2 ચોગ્ગા અને 9 છગ્ગા લગાવ્ચાં. જો કે તેમની આ મહેનત બેકાર ગઇ કારણ કે, આ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સને હારને હાર મળી. સદી કરતા ચૂકી જવાથી અને ટીમની હારના કારણે ઇશાનનું દુ:ખી થવું સ્વાભાવિક હતું.

સુપર ઓવર દરમિયાન અને મેચ બાદ તેમના ચહેરા પર નિરાશાના ભાવ સ્પષ્ટ જોવા મળતાં હતા. તો આ સમયે તેમની કથિત ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયાએ તેમનો આત્મવિશ્વાસ વધારવાની કોશિશ કરી અને તેમને મોટિવેટ કરવાના પ્રયાસ કર્યો. અદિતિએ તેમના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર 99 રન પર આઉટ થઇને પેવેલિયન પરત ફરતા ઇશાનનો વીડિયો શેર કર્યાં. ઇશાનનો કેચ ઇસુરી ઉડાનાએ દેવદત્ત પડિક્કલના હાથે કરાવ્યો હતો. આ વીડિયોના કેપ્શનમાં અદિતિએ લખ્યું હતું કે, ‘I am so proud of you baby’ (મને તારા પર ખૂબ જ ગર્વ છે બેબી)

અદિતિ હુંડિયા 2017માં મિસ ઇન્ડિયાની ફાઇનલિસ્ટ રહી ચૂકી છે. તે 2018માં મિસ સુપર નેચરલ ઇન્ડિયા પર રહી ચૂકી છે. તે ગત વર્ષે આઇપીએલ ફાઇનલ બાદ રાતોરાત ઇન્ટરનેટની સનસની બની ગઇ હતી.

મુ્ંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નઇ સુપરકિંગ્સની વચ્ચે થયેલા આઇપીએલ મેચ ફાઇલન દરમિયાન કેમેરામેને થોડી સેકેન્ડ માટે તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આ ઘટનાની થોડા સમય બાદ જ સોશિયલ મીડિયા તેના સ્ક્રિનશૉટથી ભરાઇ ગયું. લોકો સવાલ પૂછતાં હતા કે, આખરે આ યુવતી કોણ છે?

અદિતિ હુંડિયા મુંબઇ ઇન્ડિયન્સને ચીયર કરતી જોવા મળી. તે મુંબઇ ઇન્ડિયન્સના કેટલાક પ્રશંસકો સાથે બેઠી હતી. કેટલાક લોકોએ તેમને મુંબઇ ઇન્ડિયન્સના સ્ટાર ઇશાનની પ્રેમિકા ગણાવી. આ ઘટના બાદથી તેમના અફેરની ચર્ચા થવા લાગી. જો કે આ વાતની હજું સુધી કોઇ પુષ્ટી નથી થઇ.

અદિતિ વિરાટ કોહલી અને મહેન્દ્રસિંહ ધોનીની પણ ફેન છે. જો કે તે આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સનું સમર્થન કરે છે. તે મોટા ભાગે આ ટીમને ચીયર કરતી જોવા મળે છે.

You cannot copy content of this page