Only Gujarat

FEATURED National Sports

કોરોનાને કારણે સતત 18 કલાક આ મહિલા IPS કરે છે ડ્યૂટી, ઈચ્છે તો પણ દીકરાને નથી તેડી શકતા

નવાશહર (પંજાબ): કોરોના વિરુદ્ધની આ લડાઈમાં મહિલા પોલીસકર્મીઓ પણ પોતાના જીવના જોખમે ડ્યૂટી કરી રહી છે. તે પોતાના બાળકોને ઘરે છોડી આકરા તડકામાં ફિલ્ડ પર ફરજ બજાવી રહી છે, આવી જ એક છે પંજાબ કેડરની આઈપીએસ ઓફિસર એસએસપી અલકા મીણા જે કોરોનાને માત આપવા દિવસ-રાત ડ્યૂટી કરી રહી છે. તે ડ્યૂટીની સાથે એક માતા હોવાની ફરજ પણ બજાવી રહી છે. જ્યારે તેઓ ડ્યૂટી પરથી ઘરે પરત જાય છે તો તેના 5 વર્ષીય દીકરો તેમને જોઈ દોડી આવે છે પરંતુ અલકા મીણા તેને તેડીને વહાલ કરી શકતી નથી.

વાસ્તવમાં મધર્સ-ડે પર એસએસપી અલકા મીણાએ મહિલા પોલીસકર્મીઓની ડ્યૂટી પ્રત્યેની નિષ્ઠાને જોઈ નવાંશહરમાં એક ખાસ કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં પોલીસમાં રહેલી માતાઓને સલામી આપવામાં આવી જેઓ પોતાના બાળકોને ઘરે રાખી અન્યના બાળકોની સલામતી માટે ફરજ બજાવી રહી છે.

આ દરમિયાન અલકા મીણાએ કહ્યું કે,‘હું પણ એક માતા છું, પરંતુ હાલના સમયમાં માતા ઉપરાંત મારી ફરજ દેશની સેવા માટે પણ છે. નવાંશહરમાં ગરીબ બાળકો સુધી દૂધ અને ભોજન પહોંચાડવાની જવાબદારી મારી છે. તેથી માતા સામે બેવડા પડકારો છે, જેને પહોંચી વળવા હું દરેક પ્રયાસ કરી રહી છું.’

મીણાએ તમામ મહિલા પોલીસકર્મીઓને સંબોધતા કહ્યું, ‘મારો પણ 5 વર્ષીય દીકરો છે. જ્યારે હું ઘરે પહોંચુ છું તો તે મારી ગાડીનો અવાજ સાંભળી દોડીને આવે છે. પરંતુ હું તેને મળતી નથી. હવે કોરોનાનું જોખમ વધી ગયું છે તો હું કારને 50 મીટર દૂર ઊભી રખાવી ઘરે ચાલીને પહોચું છું. પહેલા યુનિફોર્મ-શૂઝ ઉતારું છું અને નહાવા જાઉં છું, તેના અડધા કલાક બાદ જ હું દીકરા પાસે જાઉં છું.’

મધર્સ-ડે પરના આ કાર્યક્રમમાં એસએસપીએ એ મહિલા કર્મચારીઓને સન્માનિત કરી, જેઓ માતા પણ છે. ઉલ્લેખનીય છે કે, એસએસપી અલકા મીણાએ વર્ષ 2012માં આઈએએસ કુમાર અમિત સાથે લગ્ન કર્યા હતા. એસએસપી અલકા મીણા, 2010 પંજાબ કેડરની આઈપીએસ અધિકારી છે, તેમણે પોતાની સફળતાનું શ્રેય માતા-પિતા અને ભાઈને આપ્યો હતો.

એસએસપી અલકા મીણા, આ અગાઉ જાલંધર એસએસપી (વિજિલન્સ)ના પદે પણ રહી ચૂક્યા છે. આ અગાઉ તેઓ પોલીસ કમિશ્નરેટમાં એડીસીપી હતી. આ સાથે તેઓ પંજાબમા ચર્ચિત કિડની કાંડની તપાસ માટે બનાવવામાં આવેલી એસઆઈટીની મેમ્બર પણ રહી ચૂકી છે. તેમના 5 વર્ષીય દીકરાનું નામ અયાન છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page