Only Gujarat

National

ઇસરો વૈજ્ઞાનિકની પત્નીએ જ ચલાવી લાખોની લૂંટ, પોલીસ પણ જાણીને આશ્ચર્યમાં મૂકાઈ

ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં 4 દિવસ પહેલા ઈસરોના જૂનિયર સાયન્ટિસ્ટના ઘરે 25 લાખ રૂપિયાની લૂંટનું કાવતરું જૂનિયર સાયન્ટિસ્ટની પત્નીએ જ રચ્યું હતું. આ ઘટનાની તપાસ બાદ જૂનિયર સાયન્ટિસ્ટની પત્ની અને સાળી અને અન્ય એક મહિલાને પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી દાગીના અને રોકડ રકમ ઝપ્ત કરી છે. પોલીસ હાલ જૂનિયર સાયન્ટિસ્ટની પત્નીની પૂછપરછ કરી રહી છે.


સુત્રોના જણાવ્યા પ્રમાણે, પોલીસે જે મહિલાઓની ધરપકડ કરી છે તેમાં જૂનિયર સાયન્ટિસ્ટ શશાંક શુક્લાની પત્ની મુસ્કાન, સાળી તનુ દીક્ષિત અને એક અમિતા ગુપ્તા નામની મહિલા છે તનુ અને અમિતા સીતાપુર રોડની રહેવાસી છે. તેમને પોલીસે ઈસરોના જૂનિયર સાયન્ટિસ્ટ શશાંકના ઘરમાં 29 માર્ચે થયેલ 25 લાખ રૂપિયાની રોકડ અને દાગીનાની લૂંટ મામલે આરોપી બનાવ્યા છે. જૂનિયર સાયન્ટિસ્ટ શશાંક શુક્લાની માતા કાંતિ દેવીએ ફરિયાદ નોંધાવી હતી કે તેમના ઘરે 3 લૂટાંરુંએ ઘરમાં ઘુસીને મારપીટ કરી પછી દાગીના અને રોકડ રકમની લૂંટ કરી હતી.


પોલીસની ટીમે જ્યારે તપાસ શરૂ કરી તો પોલીસને પ્રાથમિક તપાસમાં ઘટનામાં કોઈ નજીકનું હોવાની આશંકા દેખાતી હતી. તમામ સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ સર્વિલાન્સ અને
બાતમીના આધારે પોલીસે જૂનિયર સાયન્ટિસ્ટના પરિવારના કોઈ નજીકના વ્યક્તિનો આ ઘટનામાં સંડોવણી હોવાનો અણસાર આવ્યો. પોલીસે મુસ્કાનની બહેન તનુ અને તેની મિત્ર અમિતાની પ્રવૃત્તિઓ સંદિગ્ધ જોવા મળી હતી.


પોલીસ તનુ અને બ્યૂટી પાર્લર ચલાવનાર અમિતાને પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી તો બન્નેએ ગુનો કબૂલ કર્યો હતો. બન્ને લૂંટ કરવા ગયા હતા અને સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ લઈ ગયા હતાં. બન્નેએ જણાવ્યું કે, મુસ્કાને પોતાના દાગીના બહેન તનુ અને તેના કથિત પુરુષ મિત્રને ઘણાં સમય પહેલા જ આપ્યાં હતાં. તનુ અને તેનો પુરુષ મિત્ર તે દાગીનાને પરત આપી શક્યા નહોતા.


મુસ્કાનની નણંદ અને દેવરાણીના લગ્ન થવાના હતાં જેમાં મુસ્કાનને પોતાના દાગીના પહેરવાના હતાં પરંતુ તેની પાસે દાગીના નહોતા. આ માટે પોતાની બહેન તનુ અને પોતાની મહિલા મિત્ર અમિતાની સાથે લૂંટનો પ્લાન બનાવ્યો હતો. જેના માટે તેણે પોતાની સાસુ અને નણંદના દાગીના પહેલા પોતાની મિત્ર અમિતાને આપી દીધાં. ત્યાર બાદ પોતે ઈજાગ્રસ્ત કરીને લૂંટની કહાની તૈયાર કરી હતી. જૂનિયર સાયન્ટિસ્ટની પત્ની મુસ્કાનની પોલીસ પૂછપરછ કરી રહી છે. પોલીસ આ મામલે મુસ્કાનની બહેન તનુના કથિત પ્રેમીની શોધખોણ કરી રહી છે. જેના કારણે મુસ્કાન અને તેની બહેને આ ઘટનાને અંજામ આપ્યો.

હરદોઈના એસપી રાજેશ દ્વિવેદીએ કહ્યું કે, 29 માર્ચે શહેરમાં રેલવે ગંજ ચોકીના અંતર્ગત સૂચના પોલીસને મળી હતી કે ઘરમાં ત્રણ લૂંટારૂંઓએ ગર્ભવતી મહિલા પર હુમલો કરીને 25 લાખ રૂપિયાની લૂંટ કરી છે. જાણકારી મળતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ તપાસ શરૂ કરી હતી. પોલીસે જ્યારે સીસીટીવી ફુટેજ ચેક કર્યાં તો કોઈ પણ લૂંટારુંઓ આવતાં જોવા મળ્યાં નહોતા. વધુ પોલીસ કરતાં પોલીસને ચોંકાવનારી જાણકારી મળી હતી.

You cannot copy content of this page