Only Gujarat

FEATURED National

28 વર્ષના યુવકને કોરોનાનો એવો ડર લાગ્યો ને ઉઠાવ્યું એવું આકરું પગલું કે…

ગિરિડીહ,ઝારખંડઃ 28 વર્ષના એક યુવકને લાગ્યું કે તેને કોરોના થયો છે. ચેપ લાગવાના ડરથી તે લોકોથી દૂર રહેવા લાગ્યો. તે એટલો ડિપ્રેશનમાં આવી ગયો કે ગળેફાંસો ખાઈને પોતાનો જીવ આપી દીધો. આ ઘટના તમને ચેતવણી આપે છે કે કોરોનાને લઈને પેનિક થવાની જરૂર નથી પરંતુ સાવધાની રાખવાની છે. કોરોનાને હરાવી શકાય છે, બસ લક્ષણ છુપાવો નહીં. મૃતક સુરેશ પંડિત એક ખાનગી સ્કૂલમાં ટીચર હતા. તાવ અને ખાંસી થવા પર તે સમજવા લાગ્યો હતો કે તેને કોરોના થઈ ગયો છે. યુવકે ત્રણ પેજની એક સુસાઈડ નોટ છોડી છે, જેને પ્રધાનમંત્રીના નામે લખવામાં આવી છે.

સુસાઈડ નોટમાં લખ્યું: યુવકે પ્રધાનમંત્રીને સંબોધીને ત્રણ પાનાની સુસાઈડ નોટ લખી છે, જેમાં તેણે લખ્યું કે તેને બીમારીનો અહેસાસ થયો ત્યારે મોડું થઈ ચુક્યું હતું. તેણે લોકોને સતર્ક કરતા કહ્યું કે જ્યારે પણ કોઈને તાવ આવે, શરીરમાં દર્દ થાય, તો પોતાને સૌથી દૂર કરી લો. જો તે એવું નહીં કરે તો પાછા ફરવાનો કોઈ બીજો રસ્તો નહીં બચે.

ભરકટ્ટામાં રહેતા યુવાને સુસાઈડ નોટમાં લખ્યું છે કે જેવો તેને આભાસ થયો કે તેને કોરોના થયો છે. તેણે પોતાની જાતને બધાથી અલગ કરી. યુવકે એક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે, જેમાં તેણે કહ્યું હતું કે તે એક લગ્નમાં ગયો હતો. બની શકે છે કે ત્યાંથી તેને ચેપ લાગ્યો હોય.

મૃતકે સુસાઈડ નોટમાં સ્થાનિક તંત્ર અને પોલીસને અનુરોધ કર્યો છે કે તેઓ લોકો સાથે સારી રીતે વર્તન કરે. લોકોને પરેશાન ના કરે. લોકોનું અપમાન કર્યું, તો સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.

ડિપ્રેશનમાં હતો યુવકઃ મામલો સામે આવ્યા બાદ ગિરિડીહના અધિકારી રાહુલ સિન્હાએ જણાવ્યું કે, તપાસમાં સામે આવ્યું છે કે યુવક સરકારી નોકરીની આશામાં ડિપ્રેશનમાં આવી ગયો હતો. જોકે તો પણ આખા પરિવારનું સ્ક્રીનિંગ કરાવવામાં આવ્યું છે. તમામ લોકો સ્વસ્થ છે. તપાસમાં સામે આવ્યું છે કે યુવકને પહેલા ટીબી હતો. તેનો ઈલાજ લાંબા સમય સુધી ચાલ્યો હતો. બાદમાં તેને શ્વાસ લેવામાં સમસ્યા આવી રહી હતી. જેને તે કોરોના સમજી બેઠો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page