Only Gujarat

FEATURED National

કારણ વગર લટાર મારવા આવ્યા આ યુવાનો, લેડી સિંઘમે કરી એવી સજા કે…

ઈન્દોરઃ લોકડાઉનનું પાલન કરવા માટે પોલીસ સામ, દામ અને દંડ ભેદની નીતિ અપનાવી રહી છે. બને ત્યાં સુધી તેઓ લોકોને ઘરમાં રહેવાની શાંતિથી અપીલ કરે છે પરંતુ કેટલાક લોકો શાંતિની ભાષા સમજતા નથી. કારણ વગર ઘરની બહાર જાય છે, આવા લોકોને સીધા કરવા માટે લેડી સિંઘમ કડકાઇથી કામ લઇ રહ્યાં છે. કોરોના હોટસ્પોટ બનેલા ઈન્દોરમાં લેડી ટીઆઇએ કારણ વગર ઘરની બહાર આવેલા યુવકોને મેથીપાક ચખાડ્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

આ લેડી ટીઆઇ ઈન્દોરના સરાફા પોલીસ સ્ટેશનના પ્રભારી અમૃતા સોલંકી છે. અમૃતા પોતાના અલગ અંદાજને કારણે ખુબ જ જાણીતા છે. સોમવાર રાતે (20 એપ્રિલ) જ્યારે બે મિત્રો રસ્તા પર ફરતા દેખાયા તો તેમણે બરાબરનો મેથીપાક ચખાડ્યો. માર ખાઇ રહેલા યુવકે જ્યારે તેવર દેખાડવાનો પ્રયાસ કર્યો તો અમૃતાએ કહ્યું કે તેમને કોઇની ધમકી દેવી નહીં, જેને ફરિયાદ કરવી હોય કરી દો, તે કોઈથી ડરશે નહીં.

કારણ વગર ઘરની બહાર આવેલા યુવકોને એકબીજાની ધોલાઇ કરવાનું કહેવામાં આવ્યું. વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે બંને યુવક એકબીજાના ફટકારી રહ્યાં છે. વચ્ચે અમૃતા બોલી રહ્યાં છે કે જોરથી ના માર્યું તો તે ચાર ગણું વધારે મારશે.

જ્યારે બંને યુવકો એકબીજાને માર મારી જમીન પર બેસી ગયા તો ટીઆઇ કહે છે કે કેવું લાગ્યું. રોજ આવીને તે સમજાવે છે પણ કોઈને માનવું નથી.

અમૃતા સોલંકી ઈન્દોર પહેલા રાજગઢમાં સબ ઈન્સ્પેક્ટરના પદ પર કાર્યરત હતાં. અહીં એક ચૂંટણી અધિકારીની ગાડીને રોકવા બદલ ત્યાંના એસપીએ તેમને સસ્પેન્ડ કર્યા હતા. જોકે, કોર્ટે અમૃતાના પક્ષમાં ચુકાદો આપી તેમનું પદસ્થાપન અને પદોન્નતી કરી પોસ્ટમાં પરત મોકલ્યા હતાં. ઈન્દોર પૂર્વ ડીઆઇજી રુચી વર્ધન મિશ્રાએ અમૃતા સોલંકીને ઈન્દોર ટીઆઇ બનાવીને મોકલ્યા.

ટીઆઇ અમૃતા સોલંકી અવાર-નવાર પોતાના કામને લઇને ચર્ચામાં આવતા રહે છે. તે કામની સાથો સાથ સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page