Only Gujarat

National

કલેક્ટરે માથાભારે શખ્સોની હવા કાઢી નાંખી, લોકો કરી રહ્યા છે વખાણ

ભોપાલ: મધ્યપ્રદેશમાં ‘લેડી સિંઘમ’ના નામથી ફેમસ ડેપ્યુટી કલેક્ટર શિવાની ગર્ગના ખોફથી ભુમાફિયાઓ ધ્રુજી ઉઠ્યા છે. તેમણે એમપીના ગુના શહેરમાં માફિયાઓ સામે સખત કાર્યવાહી કરતાં 50 વીઘા સરકારી જમીન તેમના કબ્જામાંથી છોડાવી હતી. એ માટે આ અધિકારીએ જાતે ટ્રેક્ટર અને જીસીબી ચલાવી સરકારી જમીન પર ઉગાડવામાં આવેલો પાક નષ્ટ કર્યો હતો.

શિવાનીના આ પગલાંના ખુબ વખાણ થઈ રહ્યા છે. સોશ્યલ મીડિયા પર લોકો તેના સમર્થનમાં આવ્યા છે. જમીનનો કબ્જો લેવા પહોંચી ટીમમાં શિવાની ગર્ગ સાથે ઘણા અધિકારીઓ અને કર્મચારીઓ સામેલ હતા. શિવાનીએ જણાવ્યું હતું કે જે જમીન પર કબ્જો કરવામાં આવેલો હતો એને લઈને ઘણી વખત નોટિસ આપવામાં આવી હતી.

માફિયાઓનો આ 50 વીઘા સરકારી જમીન પર 35 વર્ષથી કબ્જો હતો અને તેઓ પાક ઉગાડીને નફો રડતાં હતા. શિવાનીએ એક જ ઝટકામાં આ માથાભારે લોકોની હવા કાઢી નાંખી હતી.

શિવાની ગર્ગ કડક અધિકારી તરીકે ઓળખાય છે. તે ઘણી વખત ચર્ચામાં રહી ચૂક્યા છે. આ પહેલાં તેણે એક અપર કલેક્ટરને દારૂ અને નોનવેજ પહોંચાડનાર અધિકારીઓ સામે સખત કાર્યવાહી કરી હતી. જેને લઈને કલેક્ટર દિલીપ મંડાવીની ગુનાથી હટાવીને મંત્રાલયમાં ઉપસચિવ તરીકે બદલી કરી દેવામાં આવી હતી. જોકે બાદમાં શિવાની ગર્ગની પણ ટ્રાન્સફર થઈ ગઈ હતી.

You cannot copy content of this page