Only Gujarat

Bollywood FEATURED

મુંબઈના સૌથી મોંઘમ મોંઘા, બિગ બીથી લઈ અંબાણીના છે બંગલાઓ

અભિનેતા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) નો લક્ઝુરિયસ બંગલો ‘જલસા’ હોય અથવા મુકેશ અંબાણીનો ‘એન્ટિલિયા’, આ જાણીતી હસ્તીઓનાં ઘર મુંબઈમાં છે. ઘણા બોલિવૂડ સ્ટાર્સ એવા છે જેમના ચાહકો તેમના આશિયાનાને જોવા માટે દૂર-દૂરથી આવે છે. તો,અમે આવી મોટી હસ્તીઓનાં ઘરોની તસવીરો બતાવીએ છીએ, જે મુંબઈના સૌથી મોંઘા મકાનોમાં છે.

અમિતાભ બચ્ચનનો બંગલો ‘જલ્સા’ મુંબઈના જુહુમાં સ્થિત છે. તે અહીં પોતાના પરિવાર સાથે રહે છે. અમિતાભનો બંગલો ટૂરિસ્ટ સ્પોટ જેવો બની ગયો છે. જો દેશભરમાંથી લોકો મુંબઇ જોવા માટે જાય છે, તો તેઓ ચોક્કસપણે અમિતાભનો બંગલો જોવા જાય છે. ચાહકો દર રવિવારે તેમની મુલાકાત લે છે. બિગ બી પણ તેના ચાહકોને નિરાશ કરતા નથી.

અમિતાભની જેમ શાહરૂખ ખાન પણ હંમેશાં તેના ચાહકોને મળવા બંગલાની ઉપરના એક સ્થળે ઉભો રહે છે. શાહરૂખ ખાનના બંગલાનું નામ ‘મન્નત’ છે. તેને શાહરૂખની પત્ની ગૌરી ખાને સજાવ્યો છે. ગૌરી ઇન્ટિરિયર ડિઝાઇનર છે. આ બંગલો અગાઉ વિલા વિએનાના નામથી જાણીતો હતો.

મુકેશ અંબાણી વિશ્વના સૌથી ધનિક લોકોમાં ગણાય છે. એવામાં સ્વાભાવિક છે, તેમનું ઘર વિશ્વના સૌથી મોંઘા અને વૈભવી ઘરોમાં શામેલ છે. મુકેશ અંબાણીનું ઘર એન્ટિલિયા મહેલથી કંઇ ઓછું નથી.

આખો પરિવાર ઘણીવાર બોલિવૂડ સ્ટાર્સ સાથે જોવા મળે છે. ઘર શિકાગોના આર્કિટેક્ટ્સ પાર્કિન્સ એન્ડ વિલ દ્વારા બનાવવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ આ મકાન પૌરાણિક એટલાન્ટિક આઇલેન્ડ (Mythical Atlantic Island) થી પ્રેરિત થઈને બનાવવામાં આવ્યું છે.

મુંબઈના ‘ગેલેક્સી’ એપાર્ટમેન્ટનું નામ દરેક જાણે છે. સલમાન ખાન અહીં આખા પરિવાર સાથે રહે છે. દિવાળી હોય, ઈદ હોય કે અન્ય કોઈ ખાસ પ્રસંગ હોય, સલમાન બાલ્કનીમાંથી તેના ચાહકોની શુભેચ્છાઓને સ્વીકારે છે. અમિતાભ અને શાહરૂખની જેમ સલમાન ખાનનો એપાર્ટમેન્ટ પણ ટૂરિસ્ટ સ્પોટ જેવો છે.

You cannot copy content of this page