Only Gujarat

Bollywood

પિતા સૈફના ખોળામાં રમવાથી મોટા થવા સુધી, પહેલીવાર સામે આવી સારાની તસવીરો

મુંબઈઃ સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન ફિલ્મોની સાથે સાથે ઘણીવાર તેના સંસ્કારો અંગે ચર્ચામાં છે. તે દરેક ધર્મને માને છે અને તેનું સન્માન પણ કરે છે. થોડાં દિવસો પહેલાં તેણે ઇન્સ્ટાગ્રામ પર ગણપતિ બાપ્પાની પૂજા-અર્ચના કરતાં ફોટો શેર કર્યો હતો. સારા અલી ખાનની પરવરિશ તેમની મા અમૃતા સિંહે સિંગલ મધર તરીકે કરી છે. એવામાં અમે તમને સારા અલી ખાનના ક્યારેય ના જોયેલા ફોટો બતાવી રહ્યાં છીએ. જેમાં તે તેના પિતા સૈફ અલી ખાન સાથે જોવા મળી રહી છે. આ ફોટોની ખાસ વાત છે કે, આ ફોટો સારા અલી ખાનના દરેક ઉંમરના પડાવને સમજી અને જોઈ શકાય છે.

સારા અલી ખાનનો જન્મ 12 ઑગસ્ટ, 1995માં મુંબઈમાં થયો હતો. તેમણે બોલિવૂડમાં તેમના કરિયરની શરૂઆત ફિલ્મ ‘કેદારનાથ’થી કરી હતી. જેમાં તે સુશાંત સિંહ રાજપુત સાથે જોવા મળી હતી. જેમાં તેમની એક્ટિંગના લોકોએ ખૂબ જ વખાણ કર્યાં હતાં.

આ પછી સારા અલી ખાન રણવીર સિંહ સાથે ફિલ્મ ‘સિમ્બા’માં જોવા મળી હતી. જેમાં પણ તેમની એક્ટિંગને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી.

જો સારા અલી ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે વરુણ ધવન સાથે ફિલ્મ ‘કુલી નંબર 1’માં જોવા મળશે. આ ઉપરાંત તેમની પાસે ફિલ્મ ‘અતરંગી રે’ છે. જેમાં તે ધનુષ અને અક્ષય કુમાર સાથે જોવા મળશે.

આ ઉપરાંત, જો સારા અલી ખાનની પર્સનલ લાઇફની વાતને લીધે પણ તે ચર્ચામાં છે. તેમનું નામ સુશાંત સિંહ રાજપુત સાથે પણ જોડાઈ ચૂક્યું છે.

આ સાથે જ સારા અલી ખાનનું નામ કાર્તિક આર્યન સાથે રિલેશનશિપ અંગે પણ ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું.

બંને ઘણીવાર સાથે જોવા મળ્યાં હતાં પણ, હવે કહેવામાં આવી રહ્યું છે કે, બંને એકબીજાથી અલગ થઈ ગયાં છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page