Only Gujarat

Bollywood

દેવામાં ડૂબેલા હતાં અમિતાભ બચ્ચન અને અક્ષય કુમારના સાસુમા રોજ ફોન કરીને આ કારણે કરતાં હતાં હેરાન

મુંબઇ: અમિતાભ બચ્ચન સદીના મહાનાયક છે તો આજના સમયમાં સફળતાનો પણ કદાચ પર્યાંય… કહેવામાં આવે છે. જોકે, એક સમય એવો પણ હતો કે, અમિતાભ બચ્ચન દેવામાં ડૂબેલા હતાં. આ વાત ત્યારની છે, જ્યારે 1996માં બિગ બીએ ‘અમિતાભ બચ્ચન કોર્પોરેશન લિમિટેડ’ની શરૂઆત કરી હતી. જો કે મિસમેનેજમેન્ટના કારણે આ કંપનીમાં મોટું નુકસાન થયું. આ સમયે 90 કરોડનું દેવું થઇ ગયું હતું. આ સમયમાં તેમની ફિલ્મ કમબેક ‘મૃત્યુદાતા’ પણ સુપર ફ્લોપ રહી. આર્થિક તંગીમાં સપડાયેલા બિગ બી જેમ તેમ કરીને આગળ વધી રહ્યાં હતા. આ સમયમાં લેણદારોની લાઇન તેમની પાછળ લાગેલી રહેતી હતી. આ સમયે અક્ષય કુમારની સાસુ એટલે કે ડિમ્પલ કાપડિયાએ પણ તેમને ખૂબ પરેશાન કર્યાં હતા. કેવી રીતે જાણીએ.

બિગ બી આ સમયે જેમને પોતાના અને વધુ નિકટના સમજતા હતા, તેમને જ તેમની મુશ્કેલી વધારી હતી. આ લોકોમાંથી પૈકી એક હતી ડિમ્પલ કાપડિયા. જેને બિગને તેમના ખરાબ સમયમાં ખૂબ પરેશાન કર્યાં. ડિમ્પલે 1997માં આવેલી અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘મૃત્યુદાતા’માં કામ કર્યું હતું. આ ફિલ્મને પણ અમિતાભ બચ્ચને જ પ્રોડ્યૂસ કરી હતી. જો કે આર્થિક તંગીના કારણે બિગ બી સમયસર પેમેન્ટ ન હતા કરી શક્યા.

આ સમયે ડિમ્પલ કાપડિયાએ બિગ બીની હાલતને સમજવાની બદલે તેમને તેમના પેમન્ટ માટે વધુ પરેશાન કરવાનું શરૂ કરી દીધું. પેમેન્ટ માટે તેમણે અમિતાભને કેટલીક વખત ફોન પણ કર્યાં. આટલું જ નહીં તેમણે તેમના સેક્રટરીને પણ અમિતાભ બચ્ચનને ઘરે પૈસા કઢાવવા મોકલ્યો હતો. આર્થિક સંકડામણ અને ઋણમાં ડૂબેલા અમિતાભ બચ્ચનની સ્થિતિને સમજવાની બદલે તેમણે પેમેન્ટ માટે સતત અમિતાભ બચ્ચનને કોલ કર્યો કર્યું. આ વાત અમિતાભ બચ્ચનને ખૂબ ડંખતી હતી. જો કે સમય સાથે અમિતાભ બચ્ચની હાલત સુધરવા લાગી અને વર્ષો બાદ તેમનો ખરાબ સમય પસાર થઇ ગયો. જો કે અમિતાભ બચ્ચન આજે પણ એ ખરાબ સમયમાં કરેલું ડિમ્પલ કાપડિયાનું વર્તન નથી ભૂલી શક્યા.

2013માં આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે, ” હું એ દિવસો નથી ભૂલી શકતો, જ્યારે લેણદાર મારા ઘર સુધી આવીને અપશબ્દો સાથે ધમકી આપની પૈસાની ઉઘરાણી કરતા હતા. તેનાથી પણ ખરાબ એ હતું કે તેઓ અમારા ઘર પ્રતિક્ષાની હરાજી માટે આવી ગયા હતા.આ મારી 44 વર્ષની કરિયરનો સૌથી ખરાબ દિવસ હતો. આ ઘટનાએ મને વિચારવા માટે મજબૂર કરી દીધો હતો. મેં અનેક ઓપ્શન વિચાર્યાં હતાં”. આ ખરાબ સમયમાં યશ ચોપડાએ તેમની સારી મદદ કરી હતી. અમિતાભે કહ્યું કે,. ” હું યશજી પાસે ગયો અને મેં તેમને કામ માટે માંગણી કરી. આ સમયે તેમણે મને તેમની ફિલ્મ ‘મોહબ્બતે’માં કામ આપ્યું. આ ફિલ્મે જ અમિતાભની ડૂબતી નૈયારને સંભાળી.

‘મોહબ્બતેં’ ફિલ્મ સુપરહિટ જતાં બિગ બી પાસે ફિલ્મોની લાઇન લાગી ગઇ. ગત 20 વર્ષમાં અમિતાભે ‘એક રિશ્તા’, ‘કભી ખુશી કભી ગમ’, ‘આંખે’, ‘હમ કિસીસે કમ નહીં’, ‘કાંટે’, ‘બાગબાન’, ‘ખાકી’, ‘વીર-જારા’, ‘બ્લે, ‘બંટી ઔર બબલી’, ‘સરકાર’, ‘કભી અલવિદા ન કહેના’, ‘ચીની કમ’, ‘સરકાર રાજ’, ‘પા’, ‘આરક્ષણ’, ‘સત્યાગ્રહ’, ‘પીકૂ’, ‘102 નોટ આઉટ’ અને ‘ગુલાબો સિતાબો’ જેવી હિટ ફિલ્મમાં કામ કર્યું.


વર્કફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ બચ્ચન ‘બ્રહ્માસ્ત્ર’, ‘ઝુંડ’, અને ‘ચેહરે’ જેવી ફિલ્મમાં જોવા મળશે. રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ આ વર્ષના અંત સુધીમાં રિલીઝ થવાની શક્યતા છે.

You cannot copy content of this page