Only Gujarat

Bollywood FEATURED

‘સિંઘમ’ની પ્રેમિકાએ પહેર્યો સાવ સસ્તો ડ્રેસ, કિંમત એટલી ઓછી કે ગમે તે ખરીદી લે

મુંબઈઃ અજય દેવગનની ફિલ્મ ‘સિંઘમ’માં તેમની હીરોઈન કાજલ અગ્રવાલે હાલમાં જ બિઝનેસમેન ગૌતમ કિચલૂ સાથે લગ્ન કર્યાં છે. લગ્ન પછી હનીમૂન માટે માલદીવ ગયાં હતાં. માલદીવમાં હનીમૂન દરમિયાન કાજલ અગ્રવાલના ઘણાં ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થયાં છે. જેમાં એક ફોટોમાં તે ઓશિયન બ્લૂ કલરના સ્ટ્રેપલેસ ટૉપ અને સ્કર્ટમાં જોવા મળ્યાં હતાં. તેમના આ ડ્રેસની ખૂબ જ ચર્ચા થઈ હતી. ઉલ્લેખનીય છે કે, કાજલનો આ ડ્રેસ એટલો સસ્તો છે કે, સામાન્ય વ્યક્તિ પણ તેને ખરીદી શકે છે.

ઇન્ટરનેટ પર હાજર માહિતી મુજબ, કાજલે જે ટૉપ પહેર્યું હતું તેની કિંમત માત્ર 1500 રૂપિયા છે, જ્યારે તેમના દ્વારા પહેરવામાં આવેલાં સ્કર્ટની કિંમત 2700 રૂપિયા છે. એટલે કાજલનો આ ડ્રેસ માત્ર 4200 રૂપિયાની છે.

એવામાં જો કાજલ અગ્રવાલનું કોઈ ફેન જો આવો ડ્રેસ ખરીદવા માગે છે તો તેને આરામથી ખરીદી શકે છે. ઉલ્લેખનીય છે કે, હનીમૂન પર કાજલ અગ્રવાલે સ્ટ્રેપલેસ ટૉપ-સ્કર્ટ ઉપરાંત લાલ કલરનું કટિંગ ગાઉનમાં પણ જોવા મળી હતી.

કાજલ અગ્રવાલનો આ પાલોમા ડ્રેસની કિંમત લગભગ 13 હજાર રૂપિયાની આસપાસ છે. આ ગાઉનની સાથે જ કાજલે મેચિંગ ઇયરિંગ્સ પણ પહેરી હતી, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

આ ડ્રેસમાં કાજલના પતિ ગૌતમ કિચલૂ સાથે જોવા મળી હતી. આ સાથે જ તેમણે બેક ફ્લોન્ટ પણ કર્યું હતું. આ કપલે 30 ઓક્ટોબરે મુંબઈની એક હોટેલમાં લગ્ન હતાં. લગ્ન પછી બંને માલદીવમાં અંડરવૉટ વિલા રોકાયા હતાં.

કાજલના પતિ ગૌતમ કિચલૂ બિઝનેસમેન છે અને તે ડિસ્સર્ન લિવિંગ ડિઝાઈન શૉપના ફાઉન્ડર અને ઇન્ટેરિયર ડિઝાઈનર છે. તેમની કંપની હાઉસ ડિઝાઈન ઉપરાંત ફર્નીચર, ડેકોર આઇટમ્સ, પેઇન્ટિંગ્સ અને અન્ય હાઉસહોલ્ડ સામાન સેલ કરે છે.

કાજલે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘ગૌતમ અને મેં 3 વર્ષ સુધી ડેટ કર્યું. અમે ફ્રેન્ડ તરીકે દરેક પગલે એકબીજા સાથે રહ્યા છીએ, જે એકબીજાની જિંદગી માટે ખૂબ જ માન્ય રાખે છે. ઉલ્લેખનીય છે કે, લગ્નના એલાન પછી દશેરાની પૂજાના સમયે પહેલીવાર કાજલ અગ્રવાલે ગૌતમ કિચલૂના લોકો સાથે રૂબરૂ કરાવ્યા હતાં.’

કાજલે વધુમાં કહ્યું કે, ‘અમે બંને ઘણીવાર મળતાં રહ્યાં હતાં. પછી ભલે તે સોશિયલ ગેધરિંગ હોય અથવા તે કોઈ પ્રેફેશનલ કામ. એવામાં જ્યારે કોરોનાને લીધે લૉકડાઉનના કેટલાક અઠવાડિયા સુધી અમે એકબીજાને મળી શક્યા નહીં તો અહેસાસ થયો કે હવે અમારે જીવનભર માટે એક થઈ જવું જોઈએ.’

કાજલ મુજબ, ‘જ્યારે રોમાન્સની વાત આવે છે તો ગૌતમ શરમાઈ જાય છે અને મૌન સાધી લે છે. તે ફિલ્મી નથી પણ, અમારા વચ્ચે ખૂબ જ ઇમોશલ વાતચીત થઈ હતી. ગૌતમ પોતાની ફિલિંગ્સ અંગે ખૂબ જ ઓથેન્ટિક હતા અને જે રીતે તેમણે જણાવ્યું કે તે મારી સાથે કેવું ભવિષ્ય ઇચ્છે છે તે હું પણ તેમની સાથે જિંદગી વિતાવવા માટે તરત જ તૈયાર થઈ ગઈ.’

કાજલ છેલ્લાં 16 વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે. તેમણે ફિલ્મ ‘ક્યો હો ગયા ના’થી એક્ટિંગમાં ડેબ્યુ કર્યું હતું. આ પછી તે સાઉથ ઇન્ડસ્ટ્રીમાં જતી રહી હતી. તે સાઉથની પોપ્યુલર એક્ટ્રસમાંથી એક છે. હવે તે હિન્દી ફિલ્મોમાં પણ સારી ઓળખ બનાવી ચૂકી છે.

કાજલ અગ્રવાલ ‘સિંઘમ’માં અજય દેવગન સાથે જોવા મળી હતી. આ ફિલ્મમાં તેમની એક્ટિંગ દર્શકોના દિલમાં ખાસ સ્થાન મેળવ્યું છે. સિઁઘમ ઉપરાંત કાજલે ‘સ્પેશિયલ 26’, ‘દો લફ્ઝો કી કહાની’ જેવી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે.

You cannot copy content of this page