Only Gujarat

Bollywood

ફેમસ થયાં પછી પણ પડદાં પર કંઈ ખાસ કમાલ ના કરી શકી બોલિવૂડની આ 5 અભિનેત્રીઓ

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ સહાના ગોસ્વામીનો 7 મેએ બર્થડે છે. સહાનાએ વર્ષ 2006માં ફિલ્મ ‘યૂં હોતાં તો ક્યાં હોતાં’થી તેનાં કરીયરની શરૂઆત કરી હતી. આ પછી સહાના ગોસ્વામી હનિમૂન ટ્રાવેલ, રૂબરુ, રૉક ઓન જેવી અનેક ફિલ્મોમાં જોવા મળી હતી. સહાનાનું ફિલ્મોમાં લીડ એક્ટ્રસ તરીકે કરિયાર ખાસ રહ્યું નથી અને અત્યારે તે ફિલ્મો અને વેબ સિરીઝમાં સપોર્ટિંગ રોલમાં જોવાં મળે છે. બોલિવૂડમાં માત્ર સહાના ગોસ્વામી જ નહીં પણ એવી કેટલીય એક્ટ્રસ છે જેમનું ફિલ્મોમાં લાંબો સફર રહ્યો નથી અને મોટી સફળતાં પણ હાંસ કરી શકી નથી.

શમિતા શેટ્ટી
શમિતા શેટ્ટી બોલિવૂડની ફેમસ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની બહેન છે. તેણે બોલિવૂડમાં અનેક ફિલ્મોમાં કામ કર્યું, પણ કઈ ખાસ સફળતા મેળવી શકી નહી. શમિતા શેટ્ટીએ તેનાં કરીયરની શરૂઆત વર્ષ 2000માં ફિલ્મ ‘મોહબ્બતે’થી કરી હતી. આ મલ્ટીસ્ટારર ફિલ્મ સુપરહિટ રહી હતી. આ પછી તેને અનેક ફિલ્મોમાં કામ કર્યું પણ તેને ખાસ સફળતા મળી નહોતી. હવે શમિતા લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે.

રિન્કી ખન્ના
રિન્કી ખન્નાની ફિલ્મી સફર ખૂબ જ નાની રહી છે. તેમણે વર્ષ 1999માં ફિલ્મ ‘પ્યાર મે કભી કભી’થી કરિયરની શરૂઆત કરી હતી, પણ 2003 પછીથી રિન્કી ખન્નાએ કોઈપણ ફિલ્મમાં કામ કર્યું નથી. તે છેલ્લીવાર કરીના કપૂરની ફિલ્મ ચમેલીમાં જોવા મળી હતી.

ટિસ્કા ચોપરાં
લીડ એક્ટ્રસ તરીકે ટિસ્કા ચોપરાને સફળતાં મળી નથી. તેણે તેનાં કરીયરની શરૂઆત વર્ષ 1993માં અજય દેવગનની ફિલ્મ ‘પ્લેટફોર્મ’થી કરી હતી. આ પછી ટિસ્કા ચોપરાંએ હિન્દી અને સાઉથમાં અનેક ફિલ્મોમાં કામ કર્યું, પણ લીડ એક્ટ્રસ તરીકે તેને ખાસ સફળતાં હાંસલ થઈ નહી. ટિસ્કા ચોપરાં અત્યારે ફિલ્મોમાં સપોર્ટિંગ રોલમાં જોવા મળે છે.

અમૃતા અરોરાં
અમૃતા અરોરાંએ તેનાં કરિયરની શરૂઆત વર્ષ 2002માં કરી હતી. તે વર્ષે તેમની ફિલ્મ ‘કિતને દૂર કિતને પાસ’ આવી હતી. આ ફિલ્મમાં અમૃતા અરોરાં સાથે એક્ટર ફરદીન ખાન લીડ રોલમાં હતાં. આ ફિલ્મ પછી અમૃતા અરોરાં બોલિવૂડની અનેક ફિલ્મોમાં જોવા મળી હતી પણ, તેને ખાસ કોઈ સફળતાં હાંસલ થઈ નહોતી. અત્યારે અમૃતા લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે.

લીસા રે
ઇન્ડો-કેનેડિયન એક્ટ્રસ લિસા રેએ બોલિવૂડમાં તેનાં કરિયરની શરૂઆત વર્ષ 2001માં ફિલ્મ ‘કસૂર’થી કરી હતી. આ ફિલ્મમાં તેમની સાથે આફતાબ શિવદાસાની લીડ રોલમાં હતાં.

આ પછી લીસા રે અનેક ફિલ્મોમાં જોવા મળી પણ તે લીડ એક્ટ્રસ તરીકે દર્શકોનું દીલ જીતવામાં સફળ રહી નહીં. હાલમાં જ લીસા રેએ વેબ સિરીઝ ‘ફોર મોર શોટ્સ પ્લીઝ’ની બંને સિઝનમાં જોવાં મળી હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page