Only Gujarat

Bollywood

હવે આ એક્ટ્રસની તબિયત લથડતાં હોસ્પિટલમાં કરવી પડી એડમિટ, જાણો કોણ છે?

મુંબઈઃ કોરોનાને લીધે લૉકડાઉન દરમિયાન અનેક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ઇરફાન ખાન અને રિશી કપૂરના નિધન પછી કેટલાંક સેલેબ્સની તબિયત અંગે પણ સમાચાર સામે આવ્યા હતાં. એવામાં હવે સમાચાર સામે આવ્યાં છે કે, બિગ બોસની એક્સ કન્ટેસ્ટન્ટ અને ભોજપુરી ફિલ્મોની એક્ટ્રસ સંભાવના શેઠને આનન-ફાનન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. રિપોર્ટસ મુજબ, લૉકડાઉનમાં તેમની તબિયત ખરાબ થઈ ગઈ હતી. આ વાતની માહિતી સંભાવના પતિ અવિનાશ દ્વિવેદીએ સોશિયલ મીડિયામાં આપી હતી.

સંભાવનાના પતિએ એક પોસ્ટમાં લખ્યું કે, ‘સંભાવનાની તબિતય બગડતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આજે સવારે 5 વાગ્યે પાછા આવ્યા હતા. આ દરમિયાન સંભાવનાની તબિયત ખરાબ થતાં તેને ફરી હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી.’

અવિનાશે તેની પોસ્ટમાં તે વાતનો ખુલાસો નહોતો કર્યો કે, સંભાવનાને શું થયું છે? કયા કારણે તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી? સંભાવના સાથે જોડાયેલા આ સમાચારથી તેનાં ફેન્સ ખૂબ જ હેરાન છે. સોશિયલ મીડિયામાં લોકો તેની સલામાતીની પ્રાર્થના કરી રહ્યા છે.

સંભાવનાએ તેનાં લોન્ગટાઇમ બોયફ્રેન્ડ અવિનાશ સાથે જુલાઈ 2016માં લગ્ન કર્યાં હતાં. મુંબઈમાં યોજાયેલી સેરેમની દરમિયાન બંને પક્ષોએ નજીકના મિત્ર અને સંબંધી હાજર હતાં.

સંભાવનાએ ‘બિગબોસ’ના બીજા સિઝનમાં કન્ટેન્સ્ટન્ટ તરીકે ભાગ લીધો હતો. આ પછી તે ‘બિગબોસ 8’ની ‘હલ્લાબોલ’ સીરિઝમાં ચેલેન્જર્સ તરીકે જોવા મળ્યા હતાં.

સંભાવના ‘ડાન્સિંગ ક્વીન’ની વિનર રહી ચૂકી છે, તો ‘દીલ જિતેગી દેશી ગર્લ’ અને ‘વેલકમઃ બાજી મહેમાન કી’માં પણ જોવા મળી હતી. સંભાવનાએ મૂવી ‘વેલકમ બેક’માં પણ આઇટમ સોંગ કર્યું હતું.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page