મળો, ‘બિગ બોસ’ની વિનરને, કંઈક આવો છે પરિવાર, કરે છે ખેતીનું કામ

મુંબઈઃ રુબીના દિલૈક બિગબોસ સીઝન 14ની વિનર બની ગઈ છે. રુબીનાએ કન્ટેસ્ટન્ટ રાહુલ વૈદ્યને પછાડીને બિગબોસની ટ્રોફી પોતાના નામે કરી છે. 33 વર્ષની રૂબિના રુબીનાના કરિયરની વાત કરીએ તો તેમણે વર્ષ 2008માં ટીવી સિરિયલ ‘છોટી બહુ’થી ડેબ્યુ કર્યું હતું. આમ તો, રુબિનાએ આજથી 15 વર્ષ પહેલાં 2006માં એક બ્યૂટી કોન્ટેસ્ટમાં પાર્ટિસિપેટ કર્યું હતું અને મિસ શિમલા બની હતી. તે સમયે તેમની ઉંમર માત્ર 19 વર્ષની હતી. રુબીનાના મિસ શિમલા બન્યા દરમિયાનના ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થયાં હતાં. જેમાં રુબીનાને ઓળખવી મુશ્કેલ છે.

26 ઑગસ્ટ, 1987એ શિમલા, હિમાચલ પ્રદેશમાં જન્મેલી રુબીના દિલૈક જ્યારે મિસ શિમલા જીતી હતી ત્યારે તેમની ખુશીનું ઠેકાણું નહોતું. રુબીનાએ મિસ શિમલા કોન્ટેસ્ટ દરમિયાન ફુલ કોન્ફિડન્ સાથે દરેક રાઉન્ડને પુરા કર્યાં હતાં. રેમ્પ વોક દરમિયાન રુબીનાએ દરેકનું દિલ જીતી લીધું હતું.

રુબીનાના પિતા ગોપાલ દિલૈક અને માતાનું નામ શકુંતલા છે. રુબીનાને કોઈ ભાઈ નથી પણ, બે બહેન રોહિણી અને નૈના છે. ઉલ્લેખનીય છે કે, બિગબોસના ફેમિલી વીકમાં રુબીનાને મળવા તેમની બહેન નૈના આવી હતી. અહીં તેમણે દરેકને ઇમ્પ્રેસ કર્યાં હતાં. જ્યારે નૈના બિગબોસના ઘરેથી ગઈ ત્યારે પરિવારના લોકો તેમની સુંદરતાના વખાણ કરતાં થાકતાં નહોતાં.

રુબીનાએ તેમની બહેનની સુંદરતા અંગે શૉમાં કહ્યું હતું કે, તેમની બહેન નૈના ઘરમાં સૌથી સુંદર છે. જેના પર અલી ગોનીએ રસપ્રદ રિએક્શન આપ્યું હતું. અલી નૈના જતી હતી ત્યારે દોડીને તેમની પાછળ ગયો અને કહ્યું હતું કે, યાર નૈના, ક્યારેક વાત કરી લો.

રુબીનાની બહેન નૈના ઉર્ફે જ્યોતિકાએ બિગબોસના ઘર પર આવી રુબીનાના ખૂબ જ વખાણ કર્યા અને તેમને શેરનીનો ટેગ આપી દીધો હતો. આ અંગે રુબીના ખૂબ જ ઇમોશનલ થઈ ગઈ હતી. જ્યોતિકા પોતાની બહેન અને જીજાજીના સપોર્ટમાં ટ્વિટર પર ખૂબ જ એક્ટિવ રહે છે.

તો રુબીનાની બહેન જ્યોતિકા દિલૈક યુટ્યૂબ કન્ટેન્ટ ક્રિએટર છે. રિપોર્ટ મુજબ તેમણે બીટેક (ફૂડ ટેક) કર્યું છે. ટ્રાવેલિંગ અને કુકિંગ તેમની હોબીઝ છે.

રુબીનાના પરિવારને શિમલા પાસે સફરજનનો બગીચો છે. રુબીનાના પિતા રાઇટર છે. તેમણે હિન્દીમાં ઘણાં પુસ્તક લખ્યા છે. યંગ ડેઝથી જ રુબીનાએ બ્યૂટી શૉમાં ભાગ લેવાનું શરૂ કરી દીધું હતું. તેમણે બે લોકલ બ્યૂટી ટાઇટલ જીત્યા હતાં. સ્કૂલના દિવસોમાં તે નેશનલ લેવલ ડિબેટ ચેમ્પિયન પણ રહી ચૂકી છે.

રુબીનાએ વર્ષ 2018માં અભિનવ શુક્લા સાથે લગ્ન કર્યાં હતાં. રુબીના અને અભિનવની પ્રેમ કહાનીનો કિસ્સો ફિલ્મ કરતાં ઓછો નથી. બંનેની પહેલી મુલાકાતથી લગ્ન સુધીની સફર રસપ્રદ છે. બંને સ્ટાર ટીવી સિરિયલ છોટી બહૂમાં સાથે કામ કરતાં હતાં, પણ આ દરમિયાન તેમની વચ્ચે કોઈ ઇન્ટરેક્શન નહોતું.

રુબીના અને અભિનવની મુલાકાત એક કોમન ફ્રેન્ડના ઘરે થઈ હતી. બંને ફ્રેન્ડના ઘરે ગણેશ ઉત્સવમાં ગયાં હતાં. જ્યા અભિનવે રુબીનાને જોઈ હતી. આ ફંક્શનમાં રુબીનાએ સાડી પહેરી હતી. તેમનો ટ્રેડિશનલ લુક ખૂબ જ પસંદ આવી ગયો હતો. તે રુબીનાને સાડીમાં જોઈ તેનો દીવાનો થઈ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે, અભિનવ સાથે રિલેશનશિપમાં આવ્યાં પહેલાં રુબીનાનું છોટી બહૂના કો-એક્ટર અવિનાશ સાથે અફેર રહ્યુ હતું. બંનેનું અન્ય કારણોને લીધે બ્રેકઅપ થઈ ગયું હતું.

રુબીના એક્ટિંગ કરિયર વિશે વાત કરીએ તો તે છોટી બહૂ સિરિયલ પુરી થતાં તેમની પાસે ઘણી ઓફર્સ હતી. આ સિરિયલ પછી તેમણે સાસ બિના સસુરાલ, પુનર્વિવાહ, દેવો કે દેવ મહાદેવ અને શક્તિ અસ્તિત્વ કે અહેસાસ કી સહિતની સિરિયલમાં કામ કર્યું છે.

કહેવામાં આવી રહ્યું છે કે, રુબીના બાળપણથી જ આઈએએસ ઓફિસર બનવા માગતી હતી, પણ નસીબને કંઈક અલગ જ મંજૂર હતું. રુબીના દિલૈક ફિટનેસ ફ્રીક પણ છે. તે ફાસ્ટફૂટ ઉપરાંત ઘરનું બનેલું હેલ્થી ખાવાનું પસંદ કરે છે. સાથે જ સમય મળતા જ એક્ટ્રસ જબરદસ્ત બેલી ડાન્સ પણ કરે છે.

આ ફોટો રુબીના દિલૈકના બાળપણનો છે.