હજી પણ નથી સુધર્યો કપિલ શર્મા, વ્હીલચેરમાં બેઠા બેઠા બોલવા લાગ્યો હતો ગાળો

કોમેડિયન કપિલ શર્મા હંમેશા ચર્ચામાં રહે છે. 1 ફેબ્રુઆરીએ તેમણે બીજીવાર પિતા બનવાની ખુશી ફેન્સ સાથે શેર કરી હતી. હવે વ્હીલચેર પર બેસેલા કપિલના લેટેસ્ટ ફોટો ફેન્સને હેરાન કરી રહ્યાં છે. સોમવારે કપિલ એરપોર્ટથી વ્હીલચેર પર બેસી બહાર નીકળતો જોવા મળ્યો હતો. તે એક સ્ટાફની મદદરથી વ્હીલચેરમાં બેસીને બહાર જતો જોવા મળ્યો હતો. તેના આ ફોટો જોઈ દરેક લોકો હેરાન થઈ ગયાં હતાં.

કપિલને થઈ બેક ઈન્જરી
સ્પોર્ટબોય સાથેની વાતચીતમાં કપિલે કહ્યું હતું કે, મને સારું છે. જીમમાં બેક ઈન્જરી થઈ હતી તો થોડા દિવસોમાં હું સાજો થઈ જઈશ.

પૈપરાઝીને કપિલે શું કહ્યું હતું?
તમને જણાવી દઈએ કે, કપિલ એરપોર્ટ પર વ્હીલચેરમાં બેઠેલો જોવા મળ્યો હતો. જ્યારે ફોટોગ્રાફર્સે કપિલને પૂછ્યું કે તમને કેમ છે? આનો જવાબા આપતાં કપિલ કહે છે કે, તમે બધાં પાછળ હટો. ત્યાર બાદ ફોટોગ્રાફર્સ કહે છે કે, ઓકે સર…થેંક્યુ સર. કપિલ ગુસ્સામાં કહે છે કે, મુરખના સરદાર…તેની તમામ વાતો સાંભળીને ફોટોગ્રાફર્સ કહે છે કે, સર રેકોર્ડ થઈ ગયું છે.

અત્યારે કપિલનું વ્હીલચેર પર બેસવાનું કારણ સામે આવ્યું નથી. આ દરમિયાન કપિલ બ્લેક આઉટફિટ અને ગ્લાસિસમાં જોવા મળ્યો હતો. કપિલે હાલમાં જ દીકરી અનાયરા સાથે પોતાનો એક સુંદર ફોટો શેર કર્યો હતો. તેમણે ફેન્સને ગુડ મોર્નિંગ વિશ કરતાં શેર કર્યો હતો. તેમનો આ પ્રેમાળ ફોટો 20 લાખથી વધુ લોકોએ જોયો છે.

ઉલ્લેખનીય છે કે, કપિલ અને તેમની પત્ની ગિન્ની ચતરથના ઘરે 1 ફેબ્રુઆરીએ તેમના બીજા બાળકનો જન્મ થયો હતો. કપિલે ટ્વીટ કર્યું હતું કે, ‘નમસ્કાર, આજે સવારે અમારા ઘરે દીકરાનો જન્મ થયો છે. ભગવાનની કૃપાથી મા-દીકરાનું સ્વાસ્થ્ય સારું છે. તમારા બધાના પ્રેમ માટે આભાર. આશીર્વાદ અને પ્રાર્થના. આઇ લવ યૂ ઓગલ ગિન્ની અને કપિલ ગ્રેટિટ્યૂડ.’

થોડાં સમય પહેલાં જ કપિલે ગિન્ની બીજીવાર પ્રેગ્નન્ટ હોવાના સમાચાર ફેન્સ સાથે શેર કર્યાં હતાં. ટ્વિટર પર #AskKapil દરમિયાન કપિલને એક ફેન્સે સવાલ પૂછ્યો હતો કે, કપિલ શર્મા શૉ ઓફ એર કેમ કરી રહ્યાં છે? જેના જવાબમાં કપિલ શર્માએ કહ્યું હતું કે, ‘કેમ કે મારે બીજા બાળકના આગમન પર પોતાની પત્ની સાથે રહેવું છે.’

કપિલ શર્માના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે જલદી જ નેટફ્લિક્સ પર જોવા મળશે. તેમણે એક વીડિયા દ્વારા આ વાતની જાહેરાત કરી હતી. થોડાં સમય પહેલાં કપિલે પોતાની યૂટ્યુબ ચેનલ પર બિહાઇન્ડ ધી જોક્સ કપિલ નામની સિરીઝની શરૂઆત કરી હતી.

You cannot copy content of this page