Only Gujarat

FEATURED International

પુત્રને બચાવવા માતાએ જે કામ કર્યું તે જાણી લોકોના ઉડી ગયા હોંશ

પોતાના ખૂની પુત્રને બચાવવા માટે માતાએ અજીબોગરીબ ઉપાય શોધી કાઢ્યો, જે જેલમાં પુત્ર મોતની સજા કાપી રહ્યો હતો, મહિલાએ તેની પાસે જ 35 ફૂટ લાંબી સુરંગ ખોદી નાંખી હતી. 51 વર્ષની મહિલાએ પહેલા જેલની પાસે એક મકાન ભાડા પર લીધું હતું અને રાતે દરરોજ સુરંગ બનાવવામાં વ્યસ્ત રહેતી હતી. મહિલાએ ત્રણ સપ્તાહમાં જ 35 ફૂટ લાંબી સુરંગ ખોદી નાંખી હતી, આ મામલો યૂક્રેનનો છે.

યૂક્રેનની સરકારે એક શખ્સનાં મોતની સજા સંભળાવી હતી. ત્યાર બાદ શખ્સની માતાએ તેને જેલમાંથી ભગાડવા માટે કાવતરું ઘડી કાઢ્યું હતું. મહિલાએ પુત્ર યૂક્રેનનાં સાઉર્દન રીજન સ્થિત જેવમાં બંધ છે. મહિલાએ પુત્રને બચાવવા માટે જેલની પાસે જ રૂમ ભાડા ઉપર લીધો હતો. ત્યારબાદ તે દરરોજ રાત્રે સુરંગ ખોદવા લાગતી હતી.

આ રીતે ખોદી સુરંગ, કોઈને જાણ પણ થઈ નહી
મહિલા ફક્ત રાત્રે જ સુરંગ ખોદતી હતી. જેલની પાસે જ એક દિવાલની નજીક મહિલાએ 35 ફૂટ ઉંડો ખાડો ખોદ્યો હતો. તે પોતાના ઘરથી જેલની દિવાલ સુધી એક સાઈલેન્ટ સ્કૂટરથી પહોંચતી હતી. જેલની પાસેના ગાર્ડથી જાણ થઈ કે, મહિલાની પાસે એક ટ્રોલી હતી અને એક લાકડીનો પટ્ટો હતો. જેમાં પૈડા લાગેલાં હતા.

મહિલા આ લાકડાની પટ્ટીની મદદથી ધીમે ધીમે માટી કાઢી રહી હતી. જેથી કોઈને કાંઈ ખબર ન પડે. જેલ રક્ષકે જણાવ્યું હતું કે મહિલા માટીને નજીકના ગેરેજમાં રાખી રહી હતી. આ મહિલાએ સુરંગ ખોદીને લગભગ 3 ટન માટી કાઢી હતી.

કોઈને કાનો-કાન ખબર ન પડી
સ્થાનિક લોકો અને પોલીસ અધિકારીઓ આ ઘટનાથી ખૂબ જ આશ્ચર્યચકિત છે. વાસ્તવમાં, આ મહિલાએ આ ષડયંત્રને આગળ ધપાવવાનું ચાલુ રાખ્યું, પરંતુ પોલીસને કે સ્થાનિક લોકોને આ વાતની ખબર ન પડી. એક સ્થાનિક મહિલા કહે છે કે, આટલા ઉંડા ખાડાને ખોદવું સરળ નહોતું. તે પણ કોઈ સહકાર વિના આવી વૃદ્ધ મહિલા માટે સહેલી વસ્તુ નહોતી.

મહિલાની ધરપકડ કર્યા બાદ પોલીસે તેના ભાડાના મકાનની તપાસ કરતાં મોટી સંખ્યામાં ઓજાર મળી આવ્યા હતા. જોકે, આ મહિલાના પુત્ર વિશે વધારે માહિતી બહાર આવી નથી.

જ્યાં એક અપરાધી પુત્રને બચાવવા માટે મહિલાની આલોચના થઈ રહી હતી, તો ત્યાં લોકો મહિલાના વખાણ કરી રહ્યા હતા. લોકો તેને સાચી માતા કહી રહ્યા છે. લોકોનું કહેવું છેકે, માતાએ તેના પુત્રને સહયોગ આપવાનો પ્રયાસ કર્યો છે. જા લોકો પોતાના બાળકોને તેમની હાલત પર તરછોડી દે એવાં લોકોમાં આવતી નથી.

You cannot copy content of this page