Only Gujarat

Bollywood FEATURED

ઐશ્વર્યા રાય જેવી દેખાતી આ છોકરી મચાવી રહી છે ધૂમ, આખરે આ છે કોણ?

કોરોનાનાં કારણે દુનિયાભરમાં દહેશત ફેલાયેલી છે. હજી પણ ઘણા લોકો મહામારીના શિકાર છે. રોજ હજારો લોકોનાં જીવ જઈ રહ્યા છે. ભારતમાં ઘણા દિવસો સુધી ચાલેલાં લોકડાઉનમાં હવે થોડી રાહત આપવામાં આવી છે. જોકે, હજી પણ સામાન્ય લોકોની જેમ બોલીવુડ સેલેબ્સ પણ ઘરોમાંથી ઓછા જ બહાર આવી રહ્યા છે. એવામાં સેલેબ્સ સાથે જોડાયેલાં કેટલાંક કિસ્સાઓ, ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે ત્યારે આ બધા વચ્ચે ઐશ્વર્યા રાયની જેવી જ દેખાતી છોકરીનો ફોટો ઘણો વાયરલ થઈ રહ્યો છે.

ઐશ્વર્યા રાય જેવી જ દેખાતી આ છોકરીનું નામ આશિતા સિંહ રાઠોર છે, તેનો લોકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. અને તેનો ટિકટોક વીડિયો ઘણો તેજીથી વાયરલ થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, ઐશ્વર્યાની હમશક્લ છોકરી આશિતાને ટિકટોકમાં આવી તેને માંડ 7 દિવસ જ થયા છે. અને આટલાં ઓછા સમયમાં જ તેનાં 1600થી વધારે ફોલોઅર્સ થઈ ગયા છે.

આશિતાની એશ જેવી જ બ્લૂ આંખો, વાળ અને ચહેરાનાં એક્સપ્રેશન પણ છે. જો એશ આશિતાને એકવાર જોઈ લે તો તે પણ વિચારમાં પડી જશે. આશિતા આમ તો અન્ય બોલીવુડ એક્ટ્રેસની ફિલ્મોના ગીતો પર લિપ-સિંક કરીને વીડિયો બનાવે છે. પરંતુ તે સૌથી વધારે ઐશ્વર્યાની ફિલ્મોની એક્ટિંગ અને ડાયલોગ બોલતા વીડિયો શેર કરે છે.

હાલમાં જ આશિતાએ ઐશ્વર્યાની ફિલ્મ જોશનું સોંગ ‘અપુન બોલા તૂ મેરી લૈલા’ ગીત પર લિપ-સિંક કરતી જોવા મળી હતી. ફક્ત એટલું જ નહી થોડા દિવસોની અંદર જ ઐશ્વર્યાની ડુપ્લિકેટને લોકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે.

આશિતા ફિલ્મ એ ‘દિલ હૈ મુશ્કિલ’ની શાયરી બોલતી પણ દેખાઈ હતી. આ વીડિયોને અત્યાર સુધીમાં 5 હજારથી વધારે લોકોએ જોયો છે. આશિતા પહેલાં પણ એશ જેવી જ દેખાતી માનસી નાયકના ફોટા પણ સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થયા હતા.

You cannot copy content of this page