Only Gujarat

Bollywood FEATURED

કરોડોની પ્રોપર્ટીની માલિક છે એકતા કપૂર, આ સીરિયલથી રાતોરાત થઈ હતી ફેમસ

મુંબઈઃ ટીવી ડ્રામા ક્વીન એટલે કે એકતા કપૂર 45 વર્ષની થઈ ગઈ છે. 7 જૂન, 1975એ મુંબઈમાં જન્મેલી એકતા કપૂર બાલાજી ટેલિફિલ્મ્સની માલિક છે. એકતા, બાલાજી ટેલિફિલ્મસની જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર છે. માત્ર 17 વર્ષની ઉંમરે પોતાના કરીયરની શરૂઆત કરનારી એકતાએ સાસુ-વહુની ટીવી સીરિયલથી ખૂબ જ સફળતા મેળવી છે. તેમના પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી સીરિયલોમાં ‘હમ પાંચ’, ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’, ‘કહાની ઘર-ઘર કી’, ‘કસોટી જિંદગી કી’, ‘કહી કિસી રોજ’ મુખ્ય છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, એકતા કપૂર લગભગ 13 મિલિયન ડોલર (100 કરોડ રૂપિયા)ની પ્રોપર્ટીની માલિક છે. એકતા કપૂરના પેરેન્ટ્સ આમ તો જુહૂ સ્થિત ‘કૃષ્ણ બંગલો’માં રહે છે. પણ તેમણે 2012માં મુંબઈમાં એક લગ્ઝૂઅરિઅસ ઘર ખરીદ્યું હતું. જેની કિંમત લગભગ 6.5 કરોડ રૂપિયા છે.

એકતા અત્યારે તેમના પેરેન્ટ્સ સાથે કૃષ્ણ બંગલોમાં રહે છે. જેનું નામ ‘પ્રેમ મિલન’પણ છે. આ બંગલો ગુલમોહર એક્સ રોડ-5, જુહૂ સ્કીમમાં સ્થિત છે. એકતાના ઘરનું ઇન્ટેરિઅર ખૂબ જ સુંદર છે. બંગલામાં ગણેશજીનું મંદિર પણ છે. ગણેશ ચતુર્થીના અવસરે એકતા કપૂરના ઘરે અનેક એક્ટર-એક્ટ્રસ પણ આવે છે. આ બંગલની કિંમત 25 કરોડ રૂપિયા કરતાં વધુ છે.

એકતા કપૂર પાસે 4 બ્રાન્ડ્સની લક્ઝૂરિયસ કાર્સ છે. જેમાં મર્સિડીઝ બેન્ઝ, ઑડી, BMW અને ફોર્ડની કાર સામેલ છે. આ કારની કિંમત 5 કરોડ રૂપિયા છે.

એકતા કપૂરની બાલાજી ટેલિફિલ્મ્સની ઓફિસ અંધેરી વેસ્ટમાં છે. ઓફિસના એન્ટ્રસમાં પણ ગણેશજીનું મંદિર છે. સીડીઓથી ઉપર ચઢતા જ ઓફિસની દીવાલ પર તિરુપતિ બાલાજીનો ફોટો લગાવેલો છે.

ઓફિસમાં એકતા કપૂરના કેબિન પાસે પણ ગણેશજીનું એક મંદિર છે. આ ઉપરાંત ઓફિસમાં એક મેમોરીઅલ વોલ છે, જ્યાં એકતા અને તેમના ફ્રેન્ડ્સના મેમોરેબલ ફોટોઝ લાગેલા છે. એવોર્ડ્સ અને ટ્રોફી માટે પણ એક અલગ સ્પેસ છે.

એકતા કપૂર 27 જાન્યુઆરી, 2018એ સરોગેસી દ્વારા એક દીકરાની મા બની છે. દરેક લોકો જાણે છે કે એકતા એસ્ટ્રોલોજીમાં ખૂબ જ માને છે. તેમના દીકરાનું નામ પણ તેમને એસ્ટ્રોલોજરની સલાહ પછી રવિ રાખ્યું હતું. એસ્ટ્રોલોજર સંજય જુમાનીએ એકતાને સલાહ આપી હતી કે દીકરાનું નામ અંગ્રેજીના E શબ્દ હોવું ભાગ્યશાળી હશે. આ પછી તેમના દીકરાનું નામ Ravie રાખ્યું.

એકતા કપૂરે ‘હમ પાંચ’, ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’, ‘કહાની ઘર -ઘર કી’, ‘કસોટી જિંદગી કી’, ‘ કહીં કિસી રોજ’, ‘કભી સૌતન કભી સહેલી’, ‘કહીં તો હોગા’, ‘કિસ દેશ મેં હૈ મેરા દિલ’, ‘કસમ સે’, ‘કુમ કુમ’, ‘કુટુંબ’, ‘બડે અચ્છે લગતે હૈ’, ‘જોધા અકબર’, ‘મેરી આશિકી તુમસે હી’, ‘યે હે મોહબ્બતે’ જેવી પોપ્યુલર સીરિયલ છે.

એકતા કપૂરે માત્ર ટીવી જ નહીં પણ અનેક ફિલ્મોમાં હાથ અજમાવ્યો અને સફળતા હાંસલ કરી છે. એકતાએ બાલાજી પ્રોડક્શન હેઠળ ‘ડર્ટી પિક્ચર’, ‘વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ’, ‘શૂટ આઉટ એટ લોખંડવાલા’, ‘રાગિની એમએમએસ’, ‘ક્યા કૂલ હૈ હમ’, ‘લવ સેક્સ ઓર ધોખા’, ‘લૂટેરા’ અને ‘ક્યા સુપર કૂલ હૈ હમ’ જેવી ફિલ્મો બનાવી છે.

You cannot copy content of this page