Only Gujarat

FEATURED Gujarat

આ તારીખથી ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની થશે ધમાકેદાર એન્ટ્રી

ગાંધીનગર: સમગ્ર ગુજરાતમાં ગરમીથી લોકો કંટાળી ગયા છે ત્યારે રાજ્યમાં ઘણી જગ્યાએ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જેના કારણે ગુજરાતમાં ઠંડક પ્રસરી ગઈ છે જેથી લોકોમાં હાશકારો જોવા મળ્યો હતો. જોકે આ વરસાદ ‘નિસર્ગ’ વાવાઝોડાની અસરને કારણે પડી રહ્યો છે. હાલ ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ નથી. શુક્રવારથી લઈને શનિવાર સુધીમાં ગુજરાતના 131 તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેમાં ઘણી જગ્યાએ તો તોફાની વરસાદ જોવા મળ્યો હતો.

સમગ્ર ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી તોફાની પવનની સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે. ‘નિસર્ગ’ વાવાઝોડાની અસરને કારણે આ કમોસમી વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે વિધિવત ચોમાસાની શરૂઆતને લઈને આગાહી કરી છે. ગુજરાતમાં વિધિવત રીતે 21મી જૂનની આસપાસથી ચોમાસાની સિઝનનો વિધિવત પ્રારંભ થશે. આ સાથે હવામાન વિભાગે આગાહી કરી છે કે, નૈઋત્યનાં ચોમાસાનો દક્ષિણ ગુજરાતથી પ્રારંભ થશે.

ગુજરાતના ખેડૂતોએ હવે લાંબો સમય સુધી ચોમાસાની રાહ જોવી પડશે નહીં. કારણ કે ગુજરાતમાં 21 જૂનની આસપાસ ચોમાસાનો વિધિવત પ્રારંભ થાય તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. નોંધનીય છે કે, કેરળમાં 1 જૂનથી નૈઋત્યના ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે.

હવામાન વિભાગએ જણાવ્યું હતું કે, મધ્ય અરેબિયન સમુદ્રમાં કર્ણાટક, તામિલનાડુ, પોડ્ડેચેરી, કેરિકલ તરફ નૈઋત્યનું ચોમાસું આગળ વધ્યું છે. હવે તે આગામી દિવસમાં પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી સુધી પહોંચે તેવી સંભાવના છે.

આ વખતે ગુજરાતમાં ચોમાસું સાનુકૂળ રહે તેવી હવામાન વિભાગની આગાહી કરી છે. હાલમાં ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીની પણ શરૂઆત થઈ ગઈ છે. જેના કારણે શુક્રવારે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો હતો.

આ ઉપરાંત ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આગામી પાંચ દિવસ હજુ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે. તેમાં પણ હવામાન વિભાગ દ્વારા 11મી જૂને સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલ, અમદાવાદ, વલસાડ, ડાંગ, દમણ દાદરા નગર હવેલી, નવસારી, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, રાજકોટ ,કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

You cannot copy content of this page