Only Gujarat

FEATURED Gujarat

જાણો સૌરાષ્ટ્રના કયા બિઝનેસમેને ખરીદ્યું 10 સીટર જેટ પ્લેન, પરિવાર સાથે જુઓ ખાસ તસવીરો

સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જામનગરવાસીઓ માટે ગૌરવની લાગણીનો અનુભવ કરાવે તેવું કામ શીપીંગ વ્યવસાય સાથે સંકળાયેલા લાલ પરિવારે કર્યું છે. તમને જાણીને ખુશી થશે કે જામનગરમાં વસવાટ કરતો લાલ પરિવાર સૌરાષ્ટ્રમાં પ્રાઇવેટ જેટ ધરાવતો પહેલા પરિવાર બન્યો છે. આ પરિવારના સભ્ય મિતેશભાઇ લાલે જણાવ્યું કે ટ્રાયલ બેઝ પર પ્રાઇવેટ જેટને જામનગર લાવવામાં આવ્યું હતું. આ પ્લેનમાં 10 વ્યક્તિ ટ્રાવેલ કરી શકે તેટલી ક્ષમતા છે. આ પ્રાઇવેટ પ્લેન હાલ અમદાવાદ ખાતે રાખવામાં આવશે.પ્રાઇવેટ જેટ પ્લેન માટે અંદાજે 15 કરોડનો ખર્ચ કર્યો છે. આ પ્રાઇવેટ જેટમાં વડીલોને બેસાડી દ્વારકા જગતમંદિરના દર્શન કરવા ગયા હતા.

લાલ પરિવાર વિશે વિગતે વાત કરીએ તો ગુજરાતના પૂર્વ મંત્રી હરીદાસ લાલ જીવણદાસ લાલ એટલે કે બાબુભાઈ લાલ ના પુત્રો અશોકભાઈ લાલ તથા જીતુભાઈ લાલ શીપીંગ વેપારી અને કન્સ્ટ્રક્શનના બિઝનેસ સાથે સંકળાયેલા છે આ સિવાય રાજકીય રીતે પણ સક્રિય હોવાનું કહેવામાં આવે છે. જામનગરમાં આવેલા ટાઉનહોલ ખાતે શ્રીજી શિપિંગના નામે લાલ પરિવારની મોટી ઓફિસ આવેલી છે જેમાં અશોકભાઈ લાલ જીતુભાઈ લાલ મિતેશભાઇ લાલ અને કૃષ્ણ રાજ લાલ શીપીંગ વ્યવસાય સંભાળે છે.

રાજકીય અને બિઝનેસમાં ડંકો વગાડનાર લાલ પરિવાર પોતાના સેવાભાવી કાર્યોને કારણે પણ ખુબ જ ચર્ચામાં રહે છે. આ પરિવાર દ્વારા જામનગરમાં શ્રી હરીદાસ લાલ જીવણદાસ લાલ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ અનેક સેવા કાર્યે કરવામાં આવે છે. અશોકભાઈ લાલ જીતુભાઈ લાલ અને એમનાં સંતાનો લક્ઝુરિયસ ગાડીઓને લઇને પણ ચર્ચામાં આવ્યા હતા. હવે પ્રાઇવેટ જેટ આવી જતા તેમની લક્ઝુરિયસ શાનમાં ચાર ચાંદ લાગી ગયા છે.

પ્રાઇવેટ જેટ આવ્યા બાદ સૌપ્રથમ લાલ પરિવારના વડીલો આ પ્લેનમાં બેસીને દ્વારકા ખાતે ગયા હતા અને જગત મંદિરમાં દર્શન કર્યા હતા. પ્રાઇવેટ પ્લેન અંગે ની વાતચીત સંબંધે અશોકભાઈ લાલના જયેષ્ઠ પુત્ર મિતેશભાઇ લાલ આજકાલ જણાવ્યું હતું કે સમગ્ર ખરીદી અને ડીલીવરી સહિત આ પ્રાઇવેટ પ્લેન માટે અંદાજે ૧૫ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

લાલ પરિવારનું 10 સીટનું આ પ્રાઇવેટ પ્લેન હાલમાં અમદાવાદ ખાતે રાખવામાં આવશે આજે પ્લેન ની ડિલિવરી મળી હોવાથી સૌપ્રથમ પ્રાઇવેટ પ્લેનને દ્વારકા લઈ જવામાં આવ્યું હતું.

લાલ પરિવાર દ્વારા પ્રાઇવેટ જેટની ખરીદી કરવામાં આવી હોવાની જાણ થતા જ અશોકભાઈ લાલ, જીતુભાઈ લાલ અને મિતેશભાઇ લાલના મિત્રો, સંબંધીઓ દ્વારા શુભેચ્છાનો વરસાદ થયો હતો.

You cannot copy content of this page