Only Gujarat

FEATURED National

માત્ર 16 વર્ષની બહેન વગર લગ્ને રહેતી પરિણીતાની જેમ, ભાઈથી જોવાતું નહોતું ને એક દિવસ…..

મુખ્યમંત્રી યોગીના જિલ્લા ગોરખપુરમાં હ્રદયદ્રાવક મામલો સામે આવ્યો છે. જ્યાં એક ભાઈએ પોતાની 16 વર્ષની બહેનને મોતને ઘાટ ઉતારી દીધી. છોકરીનો વાંક એટલો હતો કે તે લગ્ન વિના પોતાના પ્રેમીના નામનું સિંદૂર અને મંગળસૂત્ર લગાવી રહી હતી. આ વાતથી ગુસ્સે થઈને ભાઈએ બેરહેમીથી બહેનની હત્યા કરી નાખી.

પોલીસને ફોન કરી કહ્યું-બહેનને મારી નાખી
આ ઘટના ગોરખપુરના ચિલુઆતાલ પોલીસ સ્ટેશન વિસ્તારથી સામે આવી છે. જ્યાં ગોવિંદ નામના આરોપી ભાઈએ પોતાની નાની બહેનને પાવડાથી કાપીને મારી નાખી. જે બાદ ખુદ પોલીસને સૂચના આપી. પોલીસ જ્યારે પહોંચી ત્યારે આરોપી ઘરના દરવાજા પર બેઠો હતો. તો પાસે છોકરીની લોહીથી લથપથ લાશ પડી હતી. મૃતદેહને કબજામાં લઈને યુવકની ધરપકડ કરવામાં આવી હતી.

પ્રેમીએ મોકલેલા મંગળસૂત્ર અને સિંદૂર લગાવી રહી હતી બહેન
પોલીસ પૂછપરછમાં આરોપીએ જણાવ્યં કે તે રોજ પોતાની બહેનના કારણે અપમાનિત થઈ રહ્યો હતો. તે ગામના એક છોકરાને પ્રેમ કરતી હતી, મે ના પડી છતા તે ચોરી છૂપે મળી રહી હતી. બંને ફોન પર કલાકો વાત કરતા હતા. એટલું જ નહીં છોકરાએ આપેલા મંગળસૂત્ર અને સિંદૂર લગ્ન વગર સેંથામાં ભરી રહી હતી. બસ આ વાતથી જ દુઃખી થઈને તેને મારી નાખી.

આવી રીતે બહેનને ઉતારી મોતને ઘાટ
જણાવી દઈએ કે જ્યારે પિતા ક્યાંક બહાર ગયા હતા અને અન્ય પરિવારના લોકો સુઈ ગયા હતા ત્યારે ગોવિંદે ગુરુવારે રાત્રે હત્યાને અંજામ આપ્યો. જ્યારે નાનો ભાઈ અને માતા ઘરે પહોંચ્યા તો તેઓ ખૌફનાક સીન જોઈને હેરાન હતા, તેની દીકરી લોહીથી લથપથ ઘરમાં પડી હતી.

જ્યારે આરોપી દીકરો દુઃખી થઈને શબ પાસે બેઠો હતો. આરોપી ત્રણેય ભાઈઓમાં સૌથી મોટો છે. તેણે પોલીસ સામે પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે.

You cannot copy content of this page