Only Gujarat

Bollywood

લોકડાઉનની સ્થિતિ વચ્ચે લોકોની મદદે આવ્યો બોલિવૂડનો આ અભિનેતા

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે આખા દેશમાં લોકડાઉન છે. લોકડાઉનમાં કેવી રીતે રાહત આપવી તેને લઇને સરકાર કામ કરી રહી છે પરંતુ અનેક લોકોની સામે પરિવારનું ગુજરાત કેવી રીતે કરવું તેને લઇને સંકટ પેદા થયું છે. મુંબઇમાં દિહાડી મજૂરોની મદદ માટે બોલિવૂડના અનેક એક્ટર સામે આવ્યા છે. શાહરૂખ અને સલમાન બાદ સંજય દત્ત મદદ માટે આગળ આવ્યો છે.

સંજય દત્તે કહ્યું કે, આ આપણા દેશ માટે મુશ્કેલનો સમય છે. તમામ કોઇ પોતાની રીતે લોકોની મદદ કરી રહ્યા છે. આ નિર્ણય ફક્ત સોશિયલ ડિસ્ટેન્સિંગ અને લોકોને ઘરમાં રોકવા માટે લેવામાં આવ્યો છે. મેં પણ મારી ક્ષમતા અનુસાર લોકોની મદદ કરવાનો નિર્ણય કર્યો છે.

સોશિયલ સર્વિસ સાથે સંજય દત્તે ફિટનેસ પર ધ્યાન આપવા કહ્યું છે. સંજયે તાજેતરમાં જ ટ્વિટ કર્યું કે આવા સમયમાં ફિટ રહેવું ખૂબ જરૂરી છે. એટલા માટે સારુ જમો, સ્વસ્થ રહો અને કસરત કરતા રહો.

સાવરકર શેલ્ટર સાથે મળીને સંજય દત્તે લોકોની મદદની જવાબદારી ઉઠાવી છે. સંજયે કહ્યું કે, સાવરકર શેલ્ટર લોકોની મદદમાં રાત દિવસ મહેનત કરી રહ્યું છે. આ લોકોની મદદ માટે ખૂબ મહેનત કરી રહ્યા છે. હું તેમની મદદ કરવા માંગું છુ. મને આશા છે કે એક બીજાની મદદ કરી આપણો આ મુશ્કેલ સમય પણ જતો રહેશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page