Only Gujarat

Bollywood FEATURED

શું સોનાક્ષી સિન્હા આ એક્ટરને કરે ડેટ? બંન્નેના રિલેશનશીપને લઈને ચાલી રહી છે ચર્ચા

મુંબઇઃ બોલિવૂડમાં સેલિબ્રિટિઝના અફેરને લઇને ચર્ચાઓ સામાન્ય છે. અનેક જોડીઓ પોતાના સંબંધોને લગ્નમાં ફેરવે છે તો ઘણી જોડીઓ લગ્ન પહેલા જ તૂટી જાય છે. હાલમાં બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા ખૂબ ટ્રેડમાં છે. સોનાક્ષી સિન્હા કોઇને કોઇ વાતને લઇને ચર્ચામાં રહે છે. હવે સોનાક્ષી રિલેશનશીપને લઇને ચર્ચામાં આવી છે.

એક ચર્ચા અનુસાર સોનાક્ષી સિન્હા નોટબુક ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરનારા અભિનેતા ઝહીર ઇકબાલને ડેટ કરી રહી છે. બંન્નેના સંબંધોને લઇને ચર્ચા ચાલી રહી છે. જોકે, સોનાક્ષીએ અત્યાર સુધી આ સંબંધોને લઇને કોઇ પ્રતિક્રિયા આપી નથી. પરંતુ ઝહીરે આ ખબરોને લઇને પ્રતિક્રિયા આપી છે.

ઝહીર ઇકબાલે એક પોર્ટલને આપેલા ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે. ઝહીરે કહ્યુ કે, મને સોનાક્ષી સાથેના અફેરની વાત ગૂગલ એલર્ટ મારફતે મળી છે. જે દિવસે અમારા અફેરના સમાચાર આવ્યા એ દિવસે અમે બંન્નેએ એકબીજાને મેસેજ કર્યો કારણ કે અમને બંન્નેને તેનું ગૂગલ એલર્ટ મળ્યું હતું. લોકોને ખ્યાલ જ નહોતો કે હું કોને ડેટ કરી રહ્યો છું.

ઝહીરે કહ્યું કે, આ થોડું વિચિત્ર છે કારણ કે સોનાક્ષીને જાણ હતી કે હું કોને ડેટ કરી રહ્યો છું. આ અફવાઓને વાંચીને અમે હસવા લાગ્યા. આ મારા વિશે પ્રથમ અફવા હતી જેથી મને ખ્યાલ નહોતો કે કેવી રીતે રિએક્ટ કરવું. લોકો જોઇ રહ્યા છે કે સોનાક્ષી અને હું એકબીજા સાથે ચિલ કરીએ છીએ. જેને જોઇને કેટલાક લોકોને લાગ્યું હશે કે અમે એકબીજાને ડેટની અફવા ઉડી હશે.

નોંધનીય છે કે ઝહીર ઇકબાલે ફિલ્મોમાં ડેબ્યૂ ફિલ્મ નોટબુકથી કર્યું હતુ. આ ફિલ્મ સલમાન ખાનના પ્રોડક્શન હાઉસમાં બની હતી. ફિલ્મમાં ઝહીર સાથે મોહનીશ બહલની દીકરી પ્રનૂતન બહલ જોવા મળી હતી. જોકે, આ ફિલ્મ દર્શકોને પસંદ આવી નહોતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page