Only Gujarat

FEATURED National

કોરોનાને માનવતાને પણ તાર તાર કરી, આ તસવીરો જોયા બાદ આંખો થશે ભીની

કટિહારઃ કોરોનાના કારણે લોકો એટલા ભયભીત છે કે માનવતા પણ ભૂલી ગયા છે. બિહારના કટિહારમાં કોરોનાથી મોત થયા બાદ એક શખ્સના શબના કોઇએ અંતિમ સંસ્કાર પણ ન કરવા દીધા, આ કારણથી 24 કલાક સુધી એમ્બ્યુલન્સમાં જ શબ પડ્યું રહ્યું હતું.


બિહારના કટિહારમાં પતિ-પત્ની બંને કોરોના પોઝિટિવ હતા. બંનેને મેડિકલ કોલેજમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં પતિનું મોત થઇ ગયું અને ત્યારબાદ મૃતકના શબને અંતિમ વખત જોવા માટે પણ પરિવારમાંથી કોઇ ન આવ્યું.

ત્યારબાદ પ્રશાસન તરફથી જ અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરવામાં આવી. જ્યારે કર્મચારી એમ્બ્યુલન્સમાં શબ લઇને અંતિમ સંસ્કાર માટે હવાઇ અડ્ડા મુક્તિધામ પહોંચ્યા તો મોટી સંખ્યામાં ગામના લોકો એકઠા થઇ ગચા. સ્થાનિક લોકો અંતિમ સંસ્કારનો વિરોધ કરવા લાગ્યા અને રોડ પર ઉતરી આવ્યા. આ કારણે 24 કલાક સુધી શબ એમ્બ્યુલન્સમાં જ પડી રહ્યું. જો કે આ સમય દરમિયાન પણ પરિવારમાંથી સભ્ય શબને જોવા માટે પણ ન આવ્યું.

બારસોઇમાં રહેનાર આ શખ્સની મોતના સમાચારથી પત્ની પહેલાથી ભાંગી પડી હતી અને ગામ લોકોના આવા વ્યવહારે તેમને વધુ ઠેસ પહોંચાડી.

ગામ લોકોના ભારે વિરોધ બાદ મૃતદેહને અંતિમ સંસ્કાર માટે માનિહારી ઘાટ મોકલી દેવાયું. ઉલ્લેખનીય છેક કે કોરોના સામે લડત આપવાની કામગીરીમાં અને સંક્રમણને વધુ ફેલાતું રોકવામાં સ્વાસ્થ્ય વિભાગ પર આમ પણ પહેલાથી અનેક સવાલ ઉભા થઇ રહ્યાં છે.

You cannot copy content of this page