Only Gujarat

FEATURED National

આ છે વિશ્વના સૌથી ઘાતક ફાઈટર જેટ, જાણો ભારતનું રાફેલ કેટલું ખતરનાક

નવી દિલ્હીઃ 29 જુલાઈનો દિવસ ભારત અને ભારતીય વાયુસેના માટે મહત્ત્વપૂર્ણ હતો. ભારતીય વાયુસેનામાં 5 રાફેલનો સમાવેશ થયો. તેનાથી ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો થશે. ફાઈટર જેટ્સ દેશની સૈન્ય તાકાત વધારવામાં હંમેશા યોગદાન આપે છે. તાજેતરમાં વિશ્વમાં થયેલા મિલિટ્રી ઓપરેશન્સમાં ફાઈટર જેટ્સનો ઉપયોગ વધુ કરાયો હતો. આધુનિતાના સમયમાં વિશ્વના તમામ દેશ પોતાની સૈન્ય ક્ષમતા વધારવા માટે ફાઈટર જેટ્સનો ઉપયોગ કરી રહ્યાં છે. આજે અમે તમારી સમક્ષ વિશ્વના 10 સૌથી આધુનિક અને ઘાતક ફાઈટર જેટ્સ વિશે જણાવી રહ્યાં છીએ.

એફ-35 લાઈટનિંગ (અમેરિકા): યુએસ મરીન કૉર્પ્સનું લૉકહીડ માર્ટિન એફ-35 લાઈટનિંગ વિશ્વનું એકમાત્ર 5th જનરેશન મલ્ટીરોલ ફાઈટર પ્લેન છે. ટાર્ગેટેડ સેન્સર અને આધુનિક હથિયારોથી સજ્જ આ ફાઈટર જેટ પોતાના ટાર્ગેટ પર અચૂક નિશાન લગાવવા સક્ષમ છે, જે તેને અન્ય ફાઈટર જેટ કરતા ચડિયાતું સાબિત કરે છે. તે સાઈડવિંડર અને સ્ટૉર્મ શેડોની સાથે-સાથે જોઈન્ટ ડિરેક્ટ અટેક મ્યૂનિશન જેવા હથિયાર સિસ્ટમથી સજ્જ છે.

એફ-22 રેપ્ટર (લૉકહીડ માર્ટિન/બોઈંગ, અમેરિકા): લૉકહીડ માર્ટિન અને બોઈંગ કંપની દ્વારા નિર્મિત એફ-22 રેપ્ટર એક સિંગલ-સીટર, ટ્વિન એન્જિન-5th જનરેશનનું શાનદાર ફાઈટર જેટ. ઈન્ટિગ્રેટેડ એવિયોનિક્સ સિસ્ટમ એફ-22ને એક સુપર ફાઈટર જેટ બનાવે છે. અમેરિકન વાયુ સેનામાં સામેલ એફ-22 એક વિશેષ યુદ્ધ વિમાન છે. જેનો ઉપયોગ ઘણા પ્રકારના મિશનને પાર પાડવા માટે કરાય છે. આ ફાઈટર જેટ આકાશ અને ધરતી બંને સ્થળે વાર કરવા માટે સક્ષમ છે, તેનો પ્રયોગ પેટ્રોલિંગ, અટેક, સિગ્નલ ઈન્ટેલિજન્સ તથા માટે કરાય છે.

ચેંગદૂ જે-20 (ચીન): ચેંગદૂ જે-20 5th જનરેશનનું સિંગલ-સીટર, ટ્વિન-એન્જિન સ્ટીલ્થ ફાઈટર જેટ છે. પીપુલ્સ લિબરેશન આર્મી એરફોર્સ માટે વિશેષ રીતે તૈયાર કરવામાં આવ્યું છે. તેનું નિર્માણ ચેંગદૂ એરક્રાફ્ટ ઈન્ડસ્ટ્રી ગ્રૂપ (CAIG)એ કર્યું છે. જેટમાં આઠ હાર્ડપોઈન્ટ અને એક ઈન્ટરનલ વેપન લોબી છે. આ ફાઈટર જેટથી જમીન અને આકાશમાં દુશ્મનો પર હુમલો કરી શકાય છે. તે મિસાઈલ, લેજર-ગાઈડેડ બોમ્બ અને રેડિએશન-રોધી મિસાઈલ્સથી સજ્જ છે.

સુખોઈ-Su 57(રશિયા): Su 57એ 5th જનરેશનનું સિંગલ-સીટર, ટ્વિન-એન્જિન, મલ્ટી રોલ ફાઈટર જેટ છે, જે યુનાઈટેડ એર ક્રાફ્ટની સહાયક કંપની સુખોઈ દ્વારા બનાવવામાં આવે છે. આ અગાઉ PAK FA અને T-50 નામે તે જાણીતું હતું. આ જેટને રશિયન વાયુ સેના અને રશિયન નેવીના ખાસ મિશન માટે તૈયાર કરાયા હતા. આ જેટ દુશ્મનથી જમીન, આકાશ અને પાણીમાં બચાવ કરવા માટે સક્ષમ છે. તેનો ઉપયોગ હવાઈ વિસ્તારના પેટ્રોલિંગ માટે પણ કરાય છે. 10 ટન વજન સાથે આ જેટ ઓછી અંતરની હવાથી હવામાં પ્રહાર કરતી, હવાથી જમીન પર પ્રહાર કરતી મિસાઈલો લઈ જવા સક્ષમ છે.

યૂરોફાઈટર ટાઈફૂન (બ્રિટન): યૂરોફાઈટર ટાઈફૂન આધુનિક મલ્ટીરોલ ફાઈટર જેટ છે જે વર્તમાન સમયે વિશ્વના શ્રેષ્ઠ જેટમાંથી એક મનાય છે. આ એક ડેલ્ટા વિંગ જેટ છે જે આધુનિક એવિયોનિક્સ અને સેન્સરથી લેસ છે. તે ડીએએસએસ સિસ્ટમથી સજ્જ છે. આ ઉપરાત મૌસર બીકે-27, 27 એમએમ કેનન, હવાથી હવા અને હવાથી જમીન પર પ્રહાર કરનારી મિસાઈલથી સજ્જ છે.

સુખોઈ-Su 35(રશિયા): સુખોઈ-Su 35, Su 27 ફાઈટરનું વિક્સિત વર્ઝન છે. Su 35 5th જનરેશનની ટેક્નિકની સાથે 4++ જનરેશનનું વિમાન છે. અત્યંત આધુનિક ટેકનોલોજીથી સજ્જ આ ફાઈટર જેટ આ કેટેગરીના અન્ય વિમાનો કરતા ચઢિયાતું છે. તે લાંબા અને નાના અંતરની હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ, બોમ્બ તથા રોકેટથી સજ્જ છે. જેટમાં 14 હાર્ડ પોઈન્ટની સાથે મહત્તમ 8 ટન હથિયારો લઈ જવાની ક્ષમતા ધરાવે છે.

એફ સુપર હૉર્નેટ/બોઈંગ એફ/એ-18 ઈ (અમેરિકા): એફ સુપર હૉર્નેટ એક વિશેષ સ્ટ્રાઈકર જેટ છે જે આધુનિક ફાઈટર જેટની ક્ષમતાઓથી સજ્જ છે. આ વિમાનને ઈન્ટિગ્રેટેડ નેટવર્ક સિસ્ટમથી જમીન પર રહેલા સૈનિકો સાથે સારી સંવાદ સ્થાપ્વાની ક્ષમતા મળેલી છે. વિમાન પર 11 વેપન સ્ટેશનો પર એર-ટુ-એર અને એર-ટુ-ગ્રાઉન્ડ ઑર્ડનેન્સની સાથે લેજર ગાઈડેડ બોમ્બ સહિતના વિવિધ સ્માર્ટ હથિયારોનું મિશ્રણ રાખે છે.


રાફેલ ફાઈટર પ્લેન (ફ્રાન્સ): રાફેલ જેટ વિશ્વના આધુનિક ફાઈટર જેટ્સમાં સામેલ છે. તે પોતાના આધુનિક નેવિગેશન સિસ્ટમથી લાંબા અંતરના ટાર્ગેટ પર અચૂક નિશાન લગાવવાની ક્ષમતા ધરાવે છે. ટાર્ગેટની ઓળખ માટે રાફેલ ઈન્ફ્રારેડ સર્ચ એન્ડ ટ્રેક ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. રાફેલ જેટ હથિયારો પહોંચાડવા સહિતના તમામ મિશનોને પાર પાડવા સક્ષમ છે. રાફેલ 300 કિ.મી.ની રેન્જથી હવામાંથી જમીન પર અચૂક નિશાન લગાવી શકે છે. જ્યારે રાફેલ 1900 કિ.મી. પ્રતિ કલાકની ગતિએ ઉડી શકે છે.

એફ-15 ઈ સ્ટ્રાઈક ઈગલ (અમેરિકા): એફ-15 ઈ સ્ટ્રાઈક ઈગલ એક આધુનિક મલ્ટીરોલ સ્ટ્રાઈક ફાઈટર પ્લેન છે. F-15E વિમાન 23,000lb સુધીનું પેલોડ લઈ જઈ શકે છે, જેમાં જોઈન્ટ ડિરેક્ટ એટેક મ્યૂનિશન (JDAM), AGM-130 સ્ટેન્ડઓફ વેપન સિસ્ટમ, AIM-120 એડવાન્સ્ડ મીડિયમ રેન્જ એર-ટૂ-એર મિસાઈલ (AMRAAM), AIM-9X સામેલ છે. આ વિમાન અવાજની ગતિથી બમણી ઝડપે ઉડી શકે છે. અત્યાધુનિક એવિઓનિક્સ સિસ્ટમથી સજ્જ આ વિમાન દિવસ અને રાતે બંને સમયે હુમલો કરી શકે છે. આ સાથે જ ખરાબ વાતાવરણમાં પણ એર-ટૂ-એર અને એર-ટૂ-સરફેસ મિશનનું સંચાલન કરવા સક્ષમ છે.

સુ-30 એમકેઆઈ/ફ્લેંકર-એચ (રશિયા): Su-30MKI-ફ્લેંકર-એચ ભારતીય વાયુ સેનાની સાથે સેવામાં એક ટૂ સીટર, લાંબા અંતરનું મલ્ટી રોલ ફાઈટર જેટ છે. તેને રશિયન કંપની સુખોઈ દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યું છે. Su-30MKI બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ સહિત હવાથી હવા અને હવાથી જમીન પર પ્રહાર કરનારી મિસાઈલની એક સીરિઝ લઈ જઈ શકે છે. તેમાં 30 મીમીની જીએસએચ-30-1 ગન અને વિવિધ પ્રકારના બોમ્બ સામેલ છે. એસયૂ-30 એમકેઆઈમાં મલ્ટીનેશનલ એવિયોનિક્સ અને સબસિસ્ટમની સુવિધા પણ છે.

You cannot copy content of this page