Only Gujarat

Bollywood

‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ની અભિનેત્રીના થયા ડિવોર્સ, એકના એક દીકરાની બંન્નેમાંથી કોણે લીધી કસ્ટડી?

મુંબઇઃ ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં ગાયૂની ભૂમિકા નિભાવનારી એક્ટ્રેસ સિમરન ખન્નાને લઇને એક મોટા સમાચાર આવ્યા છે. એક રિપોર્ટ અનુસાર, તેના ડિવોર્સ થઇ ગયા છે. નોંધનીય છે કે સિમરન એક્ટ્રેસ ચાહત ખન્નાની બહેન છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિમરને તાજેતરમાં જ પોતાના પતિ સાથે ડિવોર્સ લીધા છે. સિમરને પોતાના ડિવોર્સની વાત જાતે જ કન્ફર્મ કરી હતી.

યે રિશ્તા ક્યા કહલાતા હૈ ફેમ સિમરન ખન્નાએ પોતાના પતિ ભરત દુદાની સાથે ડિવોર્સ લીધા હતા. કોર્ટ તરફથી બંન્નેના ડિવોર્સ મંજૂર કરવામાં આવ્યા છે. સિમરને પોતાના ડિવોર્સના સમાચાર સ્પોટબોયના રિપોર્ટ અનુસાર, જાતે જ કન્ફર્મ કર્યાં છે.

સિમરને પોતાના બોયફ્રેન્ડ ભરત દુદાની સાથે લગ્ન કર્યા હતા. બંન્નેને એક દીકરો વિનીત છે. ડિવોર્સ બાદ સિમરનના પતિએ દીકરાની કસ્ટડી લીધી છે.

સિમરને કહ્યું કે, સંબંધ તૂટવા છતાં મનમાં કોઇ કડવાહટ નથી અને પતિ સાથે તેમના સંબંધો ઘણા નોર્મલ છે. તેના પતિ ભરત પાસે દીકરાની કસ્ટડી છે પરંતુ તે વિનીતને અનેકવાર મળવા જાય છે.

સિમરને ટીવી શો યે રિશ્તા ક્યા કહલાતા હૈમાં ગાયત્રી ગોયંકા ઉર્ફ ગાયૂની ભૂમિકા નિભાવી હતી. તેના રોલને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. તે આ નામથી જ ઓળખાય છે. આ શો સિવાય સિમરને પરમાવતાર શ્રી કૃષ્ણા, કૃષ્ણાબેન ખાખરાવાલા અને ઉડાનઃ સપનોં કી જેવા ટીવી શોમાં કામ કર્યું છે.

નોંધનીય છે કે લગભગ બે વર્ષ અગાઉ સિમરનની બહેન ચાહત ખન્નાએ પોતાના પતિ ફરહાન મિર્ઝાથી અલગ થઇ ચૂકી છે. ચાહતે પતિ પર મારપીટનો આરોપ લગાવ્યો હતો. ચાહતે પોતાની બંન્ને દીકરીઓ સાથે અલગ રહે છે. આ ચાહતના બીજા લગ્ન હતા. હાલમાં બંન્નેના ડિવોર્સની અરજી કોર્ટમાં છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page