Only Gujarat

Bollywood

આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્નને થયું એક વર્ષ, 12 તસવીરો જુઓ કેવું રહ્યું પ્રથમ વર્ષ

મુંબઇઃ મુકેશ અને નીતા અંબાણીના  દીકરા અને પુત્રવધૂ એટલે કે આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્નને એક વર્ષ પૂર્ણ થઇ ગયું છે. નોંધનીય છે કે માર્ચ 2019માં આકાશે હિરા વ્યાપારી રસલ મહેતાની દીકરી શ્લોકા મહેતા સાથે સાત ફેરા ફર્યા હતા. આકાશનના લગ્ન વૈભવી રીતે યોજાયા હતા. જેમાં રાજનેતા, બિઝનેસમેન સાથે બોલિવૂડ કલાકારો પણ સામેલ થયા હતા. દીકરાના લગ્નમાં નીતા અંબાણીએ ડાન્સ કર્યો હતો. નીતા અંબાણીએ દીકરા અને પુત્રવધૂની ફેરા દરમિયાન નજર ઉતારતી જોવા મળી હતી. આ અવસર પર નીતા અંબાણીએ પિંક કલરનો હેવી લહેંઘો પહેર્યો હતો જ્યારે શ્લોકા મહેતાએ હીરાથી જડિત નેકસેલ પહેર્યો હતો.

લગ્ન બાદ આકાશ અને શ્લોકાની પ્રથમ પબ્લિક અપીરિયન્સ આઇપીએલમાં થઇ હતી. મિસ્ટર એન્ડ મિસિસ અંબાણી એટલે કે આકાશ અને શ્લોકા મહેતા આઇપીએલમાં સાથે જોવા મળ્યા હતા. ત્યારે મુંબઇ ઇન્ડિયન્સે ચોથું ટાઇટલ જીત્યું હતું.

2019માં લંડનમાં થયેલી આઇપીએલ ટ્રોફી અંબાણીની  ટીમ મુંબઇ ઇન્ડિયન્સે જીતી હતી. લંડનમાં ઉજવણી મનાવીને શ્લોકા અને આકાશ પાછા ફર્યા હતા. બંન્નેને મુંબઇ એરપોર્ટ પર કેમેરામેને ક્લિક કર્યા હતા.

જૂન 2019માં આકાશ અને શ્લોકા, ક્રિકેટર યુવરાજ સિંહની ગ્રાન્ડ રિટાયરમેન્ટ પાર્ટીમાં સામેલ થયા હતા.

આકાશ અને શ્લોકા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 42મી એન્યુઅલ જનરલ મીટિંગમાં એક સાથે જોવા મળ્યા હતા.

સપ્ટેમ્બર 2019માં શ્લોકાના લગ્ન બાદ પિયરમાં પ્રી વેડિંગ ફંક્શનું આયોજન કર્યું હતું. આ ફંક્શનમાં શ્લોકાની માતા મોના મહેતા, ભાભી નિશા શેઠ અને બહેન દીયા મહેતા સામેલ થયા હતા.

ઓક્ટોબર 2019માં મુકેશ અંબાણી અને નીતા અંબાણી દિવાળી પર ગ્રાન્ડ પાર્ટી આપી હતી. આ અવસર પર અંબાણીની પુત્રવધૂ શ્લોકા મહેતાએ પિંક કલરનો લહેંઘો કર્યો હતો. જેમાં સુંદર જોવા મળી હતી. જ્યારે આકાશે બ્લૂ કલરનો કૂર્તો અને ચૂડીદાર પાયજામો પહેર્યો હતો.

ડિસેમ્બર 2019માં બહેન ઇશા અંબાણી દ્ધારા આયોજીત ઓક્શનમાં આકાશ પત્ની શ્લોકા સાથે સામેલ થયો હતો. આ ઇવેન્ટમાં બંન્નેએ મેચિંગ કલરની ડ્રેસ એટલે કે બ્લેક કલરના આઉટફિટ પહેર્યા હતા. ઇવેન્ટમાં બોલિવૂડ સેલેબ્સ પણ સામેલ થયા હતા.

ડિસેમ્બર 2019માં જિયો ગાર્ડનમાં જિયો વંડરલેન્ડ શરૂ કરવામાં આવ્યું હતુ. જેમાં આખો અંબાણી પરિવાર સામેલ થયો હતો.

જાન્યુઆરી 2020માં જાવેદ અખ્તરે પોતાની 75મી વર્ષગાંઠ પર પાર્ટી આપી હતી જેમાં મુકેશ અંબામી સાથે આકાશ અને  શ્લોકા પણ સામેલ થયા હતા.

ફેબ્રુઆરી 2020માં કરિના કપૂરના નાના ભાઇ અરમાન  જૈનના લગ્નમાં આકાશ અંબાણી પત્ની શ્લોકા સાથે સામેલ થયો હતો. લગ્નમાં આકાશ અને શ્લોકા આકર્ષક લાગી રહ્યા હતા.

માર્ચ 2020માં ઇશા અંબાણીની હોળી પાર્ટીમાં આકાશ અને શ્લોકા હોળી રમતા જોવા મળ્યા હતા.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page