Only Gujarat

Bollywood

ઓનસ્ક્રીન માતાને ડેટ કરી રહ્યો છે ટીવીનો આ એક્ટર, તસવીર શેર કરીને કહી આ વાત

મુંબઇઃ ટીવી ઇન્ડસ્ટ્રીમાં અને બોલિવૂડ બંન્નેમાં ક્યારે અને કોની સાથે અફેરની વાત સામે આવી જાય તે કાંઇ કહી શકાય નહીં. ક્યારેક મીડિયામાં અફેરની વાતો વહેતી થાય છે તો ક્યારેક સેલેબ્સ સામેથી આવીને  તેની જાહેરાત કરતા હોય છે. એવામાં વધુએક અભિનેતાએ પોતાની લવ લાઇફ અંગે મીડિયાને જાણકારી આપી છે.

ટીવી સીરિયલ ‘માયાવી મલિંગ’ના અંગદ એટલે કે હર્ષદ અરોરા પોતાની ઓનસ્ક્રીન માતાને ડેટ કરી રહ્યો છે. આ વાતનો ખુલાસો બંન્નેએ સોશિયલ મીડિયા મારફતે કર્યો હતો. અનેક દિવસોથી એવી ખબરો મીડિયામાં આવતી હતી કે હર્ષદ અને અપર્ણા એકબીજાને ડેટ કરી રહ્યા છે પરંતુ અત્યાર સુધી આ વાતની પુષ્ટી થઇ નહોતી. હવે તાજેતરમાં જ અપર્ણાએ આ વાતની પુષ્ટી કરી દીધી હતી.

તાજેતરમાં અપર્ણાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ મારફતે હર્ષદ અને પોતાની એક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં બંન્ને એકબીજા સામે જોતા જોવા મળી રહ્યા છે. આ તસવીર બંન્નેની હોળી સેલિબ્રેશનની છે. તસવીર સાથે કેપ્શનમાં અપર્ણાએ લખ્યું હતુ કે ઓફ ગાર્ડ઼. આ સાથે અપર્ણાએ #Couplegoals #Couplemoments લખ્યું હતું જે એ વાતની પુષ્ટી કરે છે કે બંન્ને એકબીજાને ડેટ કરી રહ્યા છે.

બંન્ને એક સાથે ટીવી સીરિયલ ‘માયાવી મલિંગ’માં જોવા મળ્યા હતા. આ સીરિયલમાં અપર્ણા હર્ષદની માતાની ભૂમિકામાં હતી. આ તસવીરમાં અપર્ણાના માથા પર સિંદૂર લગાવ્યું છે. જેને જોઇને ખ્યાલ આવે છે કે બંન્નેએ લગ્ન પણ કરી લીધા છે. જોકે, હર્ષદે લગ્નની વાતનો ઇનકાર કર્યો હતો. હર્ષદે કહ્યુ કે આ એક શૂટિંગ બાદની તસવીર છે.

હર્ષદે કહ્યું કે, લગ્ન જ્યારે થશે ત્યારે જાણકારી આપવામાં આવશે.નોંધનીય છે કે હર્ષદ હાલના દિવસોમાં ટીવી સીરિયલ ‘તેરા ક્યા હોગા આલિયા’માં જોવા મળી રહ્યો છે. આ અગાઉ ટીવી સીરિયલ ‘બેઇંતહા’માં પણ જોવા મળ્યો હતો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page