Only Gujarat

Bollywood

અચાનક જ ‘મસ્ત મસ્ત ગર્લ’ને પતિ પર ઊભરી આવ્યો પ્રેમ ને કરી લીધી કિસ

90ની દશકની પોપ્યુલર રહી ચૂકેલી રવિના ટંડનના પતિ અનિલ થડાનીનો આજે જન્મ દિવસ છે. તેઓ 53 વર્ષના થઇ ગયા. અનિલ થડાનીનો જન્મ 3 ઓક્ટોબરે 1968માં થયો હતો. બિઝનેસ મેન પતિ સાથે બર્થ ડે સેલિબ્રેટ કરતા રવિનાએ તેમની કેટલીક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ ફોટોમાં તે પતિને ગળે લગાવતી અને કિસ કરતી જોવા મળે છે. તેમણે ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું, ‘જન્મદિન મુબારક હો મેરે પતિ, હું આપને શાનદાર, ખુશહાલ અને સફળ વર્ષોની શુભકામના આપી રહી છું, મને પુરી રીતે પ્રેમ કરવા માટે ધન્યવાદ, લાલસા, ડ્રામા, ક્વિન્સ,કિડ્સ, ડોગ્સ, અને કેટસ આટલું બધુ તમે આપ્યું છે. આથી વધુ કંઇ નથી જોઇતું’

રવિના ટંડનની અનિલ થડાની સાથે મુલાકાત ફિલ્મ સ્ટંપ્ડના શૂટિંગ દરમિયાન થઇ હતી. આ મુલાકાત બાદ ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર અનિલ થડાની રવિના સાથે ડેટ કરતા હતા. વર્ષ 2003માં રવિનાના જન્મદિવસના અવસરે અનિલ થડાનીએ લગ્ન માટે રવિનાને પ્રપોઝ કર્યું હતું અને રવિનાએ લગ્નનો પ્રસ્તાવ સ્વીકારી લીધો હતો.

બંનેએ 22 ફેબ્રુઆરી 2004માં લગ્ન કરી લીધા. લગ્ન બાદ રવિનાએ બે બાળકોને જન્મ આપ્યો, રાશા અને રણબીર, આ સિવાય તેમણે માત્ર વીસ વર્ષની ઉંમરે બે બાળકીઓને દત્તક પણ લીધી હતી. આ બંને દીકરીઓનું નામ પૂજા, છાયા છે. બંને દીકરીઓના લગ્ન થઇ ગયા છે.

રવિના ટંડન અને અનિલ થડાનીના લગ્ન ઘૂમધામથી થયા હતા. રવિના 100 વર્ષ પ્રાચીન ડોલીમાં બેસીને આવી હતી. આ એ ડોલી હતી, જેમાં મેવાળની રાણીને લાવવામાં આવી હતી.

તેમના લગ્નના દિવસે રવિના ખૂબ જ સુંદર દેખાતી હતી. આ ખાસ દિવસે તેમને રેડ કલરની સાડી પહેરી હતી અને અનિલ થડાનીએ ગોલ્ડન કલરની શેરવાની પહેરી હતી. રવિના ટંડને 1991માં ‘પત્થર કે ફુલ’ ફિલ્મથી કરિયરની શરૂઆત કરી હતી ત્યારબાદ તેમને ક્યારેય પાછું વળીને નથી જોયું.

તેમના લગ્નના દિવસે રવિના ખૂબ જ સુંદર દેખાતી હતી. આ ખાસ દિવસે તેમને રેડ કલરની સાડી પહેરી હતી અને અનિલ થડાનીએ ગોલ્ડન કલરની શેરવાની પહેરી હતી. રવિના ટંડને 1991માં ‘પત્થર કે ફુલ’ ફિલ્મથી કરિયરની શરૂઆત કરી હતી ત્યારબાદ તેમને ક્યારેય પાછું વળીને નથી જોયું.

અનિલ સાથે લગ્ન કર્યાં પહેલા રવિનાનું નામ અક્ષય કુમાર સાથે જોડાયું હતું. બંનેનું બહુ લાંબા સમય સુધી અફેર ચાલ્યું હતું . ખબર તો એવી પણ ફેલાઇ હતી કે બંનેએ સગાઇ બાદ લગ્ન પણ કરી લીધા હતા.

જો કે હકીકત કંઇક બીજી જ હતી. અક્ષય કુમારની એક દિલફેંક વ્યક્તિ તરીકેનીઇમેજ રહી છે. અક્ષય કુમાર આ સમયે રવિનાની સાથે શિલ્પા શેટ્ટીને પણ ડેટ કરી રહ્યાં હતા.આ વાતની જાણ થયા બાદ રવિનાએ તેમની સાથેના બધા જ સંબંધો તોડી નાખ્યા અને તે આ ઘટનાના કારણે ડિપ્રેશનમા્ં પણ સરી પડી હતી.

You cannot copy content of this page