Only Gujarat

Bollywood FEATURED

‘બાજીરાવ’ની કારને કોઈકે મારી ટક્કર તો રસ્તા વચ્ચે જ ભેગું થઈ ગયું ટોળું

મુંબઈઃ દીપિકા પાદુકોણના પતિ રણવીર સિંહની કારનું ગુરુવારે મુંબઈમાં એક્સિડન્ટ થઈ ગયું હતું. જોકે આ દુર્ઘટનામાં ન તો સામેવાળાને કે, રણવીરની કારને કોઈ મોટું નુકસાન થયું નહોતું. રણવીર બાંદ્રા વિસ્તારમાં હતો, ત્યારે તેમની કારને એક બાઇકચાલકે ટક્કર મારી હતી. આ દરમિયાન મીડિયાના ફોટોગ્રાફરે આ ઘટનાનો વીડિયો બનાવી લીધો હતો. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, રણવીર ખુદ કારમાંથી ઉતરી તેમની કારને કેટલું નુકસાન થયું છે તે જોઈ રહ્યો છે.

દુર્ઘટના ત્યારે થઈ, જ્યારે રણવીર ડબિંગનું કામ પુરું કરી ઘરે પાછો જઈ રહ્યો હતો અને તેમની કાર પાછળ આવતો એક બાઇકચાલક મર્સિડીઝ SUV સાથે અથડાઈ ગયો. વીડિયોમાં જોઈ શકયા છે કે, રણવીર કારમાંથી ઉતરી જાય છે અને કેટલું ડેમેજ થયું છે તે ચેક કરે છે. વધારે થયું નુકસાન ન થતાં રણવીર પાછા કારમાં બેસીને જતો રહે છે.

ડબિંગનું કામ પુરુ કરીને પાછા આવી રહેલો રણવીર સ્પોર્ટી લુકમાં જોવા મળ્યો હતો. તેમણે બ્લેક શોર્ટ્સ અને બ્લેક ટીશર્ટ પર બ્લેક જેકેટ પહેર્યું હતું. રણવીરે બ્લેક કેપ પહેરી હતી.

મહત્ત્વનું છે કે, ફોટોગ્રાફરે આ ઘટનાનો વીડિયો તેમના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. જે અત્યારે વાઇરલ થઈ રહ્યો છે.

You cannot copy content of this page