જ્હોન અબ્રાહમથી સની પાજી સુધી, આ સેલેબ્સ ‘માલ’થી રહ્યા છે જોજનો દૂર

મુંબઈ: અનેક જાણીતા બોલીવુડ સેલેબ્સ હાલ ડ્રગ્સ લેવાના આરોપના કારણે ચર્ચામાં છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ તેમની સાથે પૂછપરછ પણ કરી છે. આ પહેલા કેટલાક એક્ટર્સ ડ્રગ્સના ચક્કરમાં જેલની હવા ખાઈ ચુક્યા છે. તો એ જ બોલીવુડમાં કેટલાક એવા પણ એક્ટર્સ છે જેઓ કોઈ પણ પ્રકારના નશાથી દૂર છે. આવો જાણીએ આવા જ કેટલાક એક્ટર્સ પર. (તમામ તસવીરોઃ સોશિયલ મીડિયા)

અક્ષય કુમાર પોતાની ડિસિપ્લિન્ડ લાઈફસ્ટાઈલ માટે ફેમસ છે. તેઓ પોતે જ ઘણા ઈન્ટરવ્યૂમાં જણાવી ચુક્યા છે કે તેઓ કોઈ પણ પ્રકારનો નશો નથી કરતા.

અક્ષય કુમારની જેમ તેનો દોસ્ત સુનીલ શેટ્ટી પણ ફિલ્મી પાર્ટીઝ અને શરાબ-સિગરેટથી દૂર જ રહે છે.

જૉન અબ્રાહમના અનુસાર તેણે ક્યારેય શરાબ, સિગરેટ કે કોઈ પણ પ્રકારનો નશો નથી કર્યો.

શરાબી જેવી સુપરહિટ ફિલ્મો આપનાર અમિતાભ બચ્ચન વિશે જાણીતું છે કે તે શરાબ, સિગરેટ કે પછી કોઈ પણ પ્રકારના નશાથી દૂર છે.

સની દેઓલના પિતા ધર્મેન્દ્ર અને ભાઈ બોબી પોતાની શરાબની લત માટે કુખ્યાત છે. જો કે સની દેઓલ શરાબ નથી પીતા.