Only Gujarat

Bollywood TOP STORIES

શાહરૂખ ખાનના આલિશાન બંગલા ‘મન્નત’ની અંદર છે આ 2 ખાસ વસ્તુ, જોઈને તમે પડી જશો આશ્ચર્યમાં

મુંબઈઃ શાહરૂખ ખાનને બોલિવૂડમાં 28 વર્ષ થઈ ગયા છે. શાહરૂખ જ્યારે મુંબઈ આવ્યા હતા ત્યારે તેમની પાસે માત્ર 300 રૂપિયા હતાં અને રહેવાં માટે ઘર પણ નહોતું. આજે શાહરૂખ ખાન આલીશાન સી-ફેસિંગ બંગલામાં રહે છે, જેનું નામ ‘મન્નત’ છે. આજે આ બંગલાની કિંમત લગભગ 200 કરોડ રૂપિયા કરતાં પણ વધુ છે. શાહરૂખે 1995માં આ બંગલાને 15 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આમ તો, દરેક લોકોએ શાહરૂખ ખાનના આ બંગલાના ફોટો જોયાં હશે પણ અમે તમને શાહરૂખના બંગલાના નવાં ફોટો બતાવીએ છીએ.

મુંબઈઃ શાહરૂખ ખાનને બોલિવૂડમાં 28 વર્ષ થઈ ગયા છે. શાહરૂખ જ્યારે મુંબઈ આવ્યા હતા ત્યારે તેમની પાસે માત્ર 300 રૂપિયા હતાં અને રહેવાં માટે ઘર પણ નહોતું. આજે શાહરૂખ ખાન આલીશાન સી-ફેસિંગ બંગલામાં રહે છે, જેનું નામ ‘મન્નત’ છે. આજે આ બંગલાની કિંમત લગભગ 200 કરોડ રૂપિયા કરતાં પણ વધુ છે. શાહરૂખે 1995માં આ બંગલાને 15 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આમ તો, દરેક લોકોએ શાહરૂખ ખાનના આ બંગલાના ફોટો જોયાં હશે પણ અમે તમને શાહરૂખના બંગલાના નવાં ફોટો બતાવીએ છીએ

શાહરૂખ ખાને 6000 સ્ક્વેર ફૂટના આ બંગલામાં પત્ની ગૌરી અને ત્રણ બાળકો સાથે રહે છે.

આ બંગલામાં પાંચ બેડરૂમ, મલ્ટીપલ લિવિંગ એરિયા, એક જિમ અને લાઇબ્રેરી. ‘મન્નત’ પરિવાર માટે એક પ્રાઇવેટ અપાર્ટમેન્ટ છે.

આ બંગલાનું ઇન્ટેરિઅર ખુદ શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાને ડિઝાઈન કર્યું છે. આ બંગલાને ડિઝાઇન કરવામાં ચાર વર્ષનો સમય લાગ્યો હતો.

વ્હાઇટ માર્બલથી બનેલાં આ બંગલાને શાહરૂખ ખાને વર્ષ 2001માં બાઇ ખોરશેદ ભાનૂ સંજના ટ્રસ્ટ પાસેથી લીઝ પર ખરીદ્યો હતો.

ચાર વર્ષ સુધી ચાલેલાં રિનોવેશન પછી બંગલાનું નામ ‘મન્નત’ રાખવામાં આવ્યું હતું. મુંબઈ સ્થિત ફકીહ એન્ડ એસોશિએટ્સએ 6000 વર્ગ ફૂટના આ બંગલાને બનાવ્યો છે.

મન્નતને બનાવતી વખતે ઇન્ટેરિઅરને ક્લાસિક લૂક આપવામાં આવ્યો. ઘરના દરવાજા ખોલતાં જ તમને ક્લાસિક બંગલો જોવા મળશે. તેનું સેટિંગ ડ્રામેટિક અને મૂડી છે.

કલાત્મકતા સાથે કન્ટેમ્પરી ગોથિક આયરૉનિકનો મેળ છે. કલર પેલેટ ડાર્ક છે, જેની સરફેસ અનફિનિશ્ડ રાખવામાં આવી છે.

શાહરૂખ-ગૌરીના આ બંગલાનો ઢાંચો 20મી સદીના ગ્રેડ-3 હેરિટેજનો છે, જે દરેક બાજુ ખુલે છે.

ઇન્ટેરિઅર સાથે સ્ટાઇલિંગનું કામ ખુદ ગૌરી ખાને કર્યું છે. તેમણે એક ઇન્ટર્વ્યૂમાં કહ્યું હતું કે, ‘તે માટે મારે ચાર વર્ષનો સમય લાગ્યો હતો.’

આ બંગલો ક્યારેક ‘વિલા વિએન’ના નામથી ઓળખાતો હતો. આ બંગલાનો માલિક મુંબઈની કલાની દુનિયામાં એક મોટું નામ ધરાવનાર ગુજરાતના પારસી કિકૂ ગાંધી હતાં.

કિકૂ ગાંધી મુંબઈના પ્રતિષ્ઠિત ‘શિમૉલ્ડ આર્ટ ગેલેરી’ના પણ સંસ્થાપક હતાં. મન્નતની બાજુમાં જ એક બીજો બંગલો છે, જેને કિકી બિલ્ડિંગ કહેવામાં આવે છે. ત્યાં કિકૂ ગાંધીના માતા-પિતા રહેતાં હતાં.

આ બંને બંગલા કિકૂ ગાંધીના પિતાનાં હતાં. એટલું જ નહીં, કિકૂ ગાંધીનો જન્મ પણ આ બંગલામાં થયો હતો, જ્યાં અત્યારે શાહરૂખ ખાન રહે છે. આ બંને બંગલા આજુ-બાજુમાં જ છે અને તેની વચ્ચે માત્ર એક જ દિવાલનો ફરક છે.

શાહરૂખ ખાને તેનાં એક ઇન્ટર્વ્યૂમાં કહ્યું હતું તે, ‘Yes Bossના શૂટિંગ વખતે આ બંગલો ખરીદવાની ઇચ્છા થઈ હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page