Only Gujarat

Gujarat TOP STORIES

મોબાઈલ પર 17 વર્ષની છોકરી વાત કરતી હતી અને બ્લાસ્ટ થયો, કમકમાટીભર્યું મોત

મહેસાણા જિલ્લામાં ચેવતણીરૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મહેસાણા જિલ્લામાં મોબાઈલને ચાર્જિંગમાં રાખીને ફોન પર વાત કરતી સમયે અચાનક બ્લાસ્ટ થયો હતો. જેમાં એક કિશોરીનું મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ ઘરમા હાજર સૌ કોઈ ચોંકી ગયા હતાં. બ્લાસ્ટ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતાં. મહત્વની વાત એ છે કે, તમે પણ જો ચાર્જિંગમાં મોબાઈલ રાખીને વાત કરતાં હોવ તો ચેતી જજો નહીં તો તમારી સાથે પણ આવું થઈ શકે છે.

મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના છેટાસણા ગામ આવેલું છે જ્યાં એક ચોંકાવનારી ઘટના સર્જાઈ હતી. મળતી માહિતી પ્રમાણે, 17 વર્ષની શ્રદ્ધા દેસાઈ નામની કિશોરી મોબાઈલ ચાર્જિંગમાં ભરાવીને વાતો કરતી હતી તે દરમિયાન મોબાઈલ વધારે ગમ થતાં અચાનક ધડાકો થયો હતો.

મોબાઈલ બ્લાસ્ટ થતાંની સાથે જ કિશોરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી જોકે તે કિશોરીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ ઘટના સર્જાયા બાદ આખો પરિવાર ડરી ગયો હતો. મોબાઈલ બ્લાસ્ટ થયાના સમાચાર ગામમાં પ્રસરી જતાં જ આખું ગામ ગણતરીની મીનિટોમાં ભેગું થઈ ગયું હતું. કિશોરીનું મોત થતાં ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.

છેટાસણા ગામમાં શંભુભાઈ પ્રભાતભાઈ દેસાઈનો પરિવાર રહે છે. તેમની 17 વર્ષની લાડલી દીકરી શ્રદ્ધા દેસાઈ બુધવારે સવારે નવ વાગે પોતાના ઘરના ઉપરના માળે મોબાઈલ પર વાતો કરતી હતી. પરંતુમોબાઈલની બેટરી લો હોવાથી કિશોરી ફોનને ચાર્જિંગમાં રાખીને વાતો કરતી હતી. તે સમયે અચાનક મોબાઈલમાં ધડાકો થયો હતો. ધડાકો એટલો જોરદાર હતો કે શ્રદ્ધાને ગંભીર ઈજા પહોંચી હતી. બ્લાસ્ટના અવાજથી જ આસપાસના લોકો દોડી આવ્યા હતાં અને ઉપરના માળે જઈને જોયું તો તમામ લોકો ચોંકી ગયા હતાં.

ગામના લોકોની સાથે પરિવારે ઉપરના માળે રૂમમાં જઈને જોયું તો મોબાઈલમાં ધડાકાને કારણે લાડલી દીકરીનું ઘટનાસ્થળે મોત થયું હતું. બીજી બાજુ શ્રદ્ધા દેસાઈ જે રૂમમાં વાત કરી રહી હતી તેમાં રૂમમાં ઘાસ ભર્યું હતું જેના કારણે તે પણ સળગી ગયું હતું. આગને કાબૂમાં લેવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો.

You cannot copy content of this page