Only Gujarat

Gujarat TOP STORIES

ગામડાની છોકરીઓનો પીછો કરવો પડ્યો ભારે, યુવતીઓએ રોમિયોને બરોબરનો ધોઈ નાખ્યો

દુનિયામાં અનેક ઘટનાઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતી હોય છે ત્યારે સૌરાષ્ટ્રની પણ એક ચોંકાવનારી ઘટના સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે. ત્યારે અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થિનીઓની પીછો કરતો હતો તે સગીરને ઝડપી પાડ્યો હતો અને ત્રણથી ચાર વિદ્યાર્થિનીઓએ જાહેરમાં ધોલાઈ કરીને શાન ઠેકાણે લાવી દીધી હતી. આ સમયે એક વ્યક્તિએ વીડિયો બનાવ્યો હતો જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જોકે હજુ સુધી આ ઘટના અંગે કોઈ ફરિયાદ નોંધાવવામાં આવી નથી.

હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો જે અમરેલી ગ્રામ્ય હોવાનું જાણવા મળી રહ્યું છે. આ વિસ્તારમાં એક સગીર સ્કુલમાં ભણતી વિદ્યાર્થિનીઓનો પીછો કરતો હતો. પરંતુ આ વાતની જાણ વિદ્યાર્થિનીઓને થતાં જ તેમણે જાહેરમાં સગીરને ઝડપી પાડ્યો હતો અને ગામની વચ્ચે બધાંની હાજરીમાં બરાબરની ધોલાઈ કરી હતી. બરાબરની ધોલાઈ કરતાં હોય તેવો વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો.

મહત્વની વાત એ છે કે, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વીડિયો લાઠી તાલુકાના શેખપીપરિયા ગામનો હોવાનું ચારેબાજુ ચર્ચા થઈ રહી છે. જેમાંથી ચાર જેટલી વિદ્યાર્થિનીઓ એક સગીરને ઝડપી પાડી જાહેરમાં ચપ્પલે-ચપ્પલે મારતાં નજરે પડી રહી છે. વીડિયોમાં વિદ્યાર્થિનીઓ સહિત અન્ય લોકો બોલી રહ્યાં છે તે રીતે એવું લાગે છે કે આ સગીર વિદ્યાર્થિનીઓને પીછો કરી રહ્યો હતો.

ચાર જેટલી વિદ્યાર્થિનીઓ સહિત અન્ય બે લોકો સાથે મળીને પીછો કરી રહેલા રોમિયોગીરી કરવા આવેલા સગીરને થપ્પડો અને ચપ્પલ વડે ધોલાઈ કરતાં જોવા મળી રહ્યાં છે. ત્યારે સગીર બીજીવાર આવું નહીં કરું તેવી વાત કરતો સંભળાઈ રહ્યું છે.

વિદ્યાર્થિનીઓએ સગીરને ધોલાઈ કરતાં હોય તેવો વીડિયો વાયરલ થયો હતો ત્યાર બાદ અમરેલી જિલ્લામાં આ ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે આ ઘટના અંગે હજુ સુધી કોઈ પોલીસ ફરિયા કરવામાં આવી નથી.

You cannot copy content of this page