Only Gujarat

National

સાત લોકો હસતા હસતા ઘરમાંથી ગયા પણ લાશ બનીને આવ્યા પરત

ભીલવાડાઃ રાજસ્થાનના ભીલવાડામાં બુધવાર, 11 ઓગસ્ટના રોજ ગેરકાનૂની રીતે ખાણમાં ખોદકામ કરત તે ધસી પડી હતી અને તેમાં 7 લોકોના મોત થયા હતા, જેમાં 3 યુવતીઓ તથા 4 યુવકો હતો. છ સોતોની સાષ એક સાથે કેમરી ગામે લાવવામાં આવી હતી. સાતમી લાશ લાપલિયા ખેડા ગામની હતી. કેમરી ગામના ગણેશ, કન્હૈયા, પ્રહલાદ, હિંગળાજ, ધર્મા તથા મીન હસતા હસતા મજૂરી માટે લાછુડા ગયા હતા. બીજા દિવસે આ છ લોકોની લાશ એક સાથે ગામ આવી હતી. પરિજનોને આ હાલતમાં જોઈ આખું ગામ હિબકે ચઢ્યું હતું. તમામના એક સાથે કેમરી ગામમાં અંતિમ સંસ્કાર થયા હતા.

ઉલ્લેખનીય છે કે આ ખાણમાંથી પથ્થરો તોડીને કાઢવામાં આવતા હતા અને અચાનક જ આ ખીણ આગળની જમીન દબાઈ ગઈ હતી અને તેથી સાત મજૂરોના મોત થયા હતા. આ ખાણમાં ગેરકાયદેસર રીતે કામ થતું હતું. તંત્રે 2 મહિના પહેલાં જ આ ખાણ સીઝ કરી હતી. આસીંદ પોલીસ સ્ટેશનના લાછુડા ગામમાં ગેરકાનૂની રીતે ખાણનું ખોદકામ ચાલતું હતું અને કાટમાળ પડવાને કારણે 7 મજૂરોનું મોત થયું હતું. બીજા દિવસે તમામના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. છ મજૂરો કેમરી ગામના હતા તો એક મીન લાપલિયાની હતી.

આ તમામની ડેડબોડી મોડી રાત્રે કાટમાળમાંથી કાઢવામાં આવી હતી. કરેડા હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કર્યા બાદ બીજા દિવસે પરિવારને લાશો સોંપવામાં આવી હતી. માંડલ વિધાયક રામલાલ જાટે, કરેડા એડીએમ મહિપાલ સિંહ, કરેડા કલેક્ટર હરેન્દ્રસિંહ, આસીંદ સીઓ રોહિત મીણા તથા પોલીસ પ્રભારી સુરેન્દ્ર ગોદરાએ મૃતકના પરિવારોને સાંત્વના આપી હતી.

ગુજરાન ચલાવવા સસ્તી મજૂરી કરતા હતાઃ કોરોનાકાળમાં રોજગારી બંધ થઈ ગઈ હતી. પોતાના ગામડે કોઈ રોજગારી મળતી નહોતી અને ઘર ચલાવવા 25 કિમી દૂર સસ્તી મજૂરી કરવા તૈયાર થઈ ગયા હતા. તેઓ લાછુડા સ્થિત ખાણમાં કામ કરતા હતા. કહેવાય છે કે પુરુષોને 300 તથા મહિલાઓને 250 રૂપિયા રોજના મળતા હતા. આ તો આ પૈસા ઘણાં જ ઓછા છે. મહેનત પ્રમાણે આ રૂપિયા નથી.આ ઘટના બાદ કેમરી ગામમાં કોઈ વિવાદ ના થાય તેને કારણે પોલીસે ગામમાં પોલીસ દળ ગોઠવ્યું છે.

હિંગળાજ-પ્રહલાદ ભાઈ-બહેનઃ હિંગળાજ તથા પ્રહલાદ બંને ભાઈ-બહેન છે. બંને સાથે જ મજૂરીએ જતા હતા. તેઓ ઘરમાં છ ભાઈ બહેન હતા.ઘટનામાં મોતને ભેટનાર ગણેશ ઉર્ફે નાથુ ભીલ છ ભાઈ-બહેનમાં સૌથી નાનો છે. મજૂરી કરીને પેટ ભરતો હતો.

કન્હૈયાલાલ નાનો હતો ત્યારે જ માતાનું મોતઃ કન્હૈયાલાલે નાનપણમાં જ માતા ગુમાવી છે. તે આઠ ભાઈ બહેન છે. નાનકડા ઘરમાં બધા સાથે રહે છે. પિતા તથા ભાઈ-બહેનોની રડી રડીને હાલત ખરાબ છે.તેજા ભાટના પુત્ર ધર્માને પાંચ ભાઈ બહેન છે. ધર્માના માતા-પિતાનું ઘણાં સમય પહેલાં નિધન થયું હતું. પાંચેય ભાઈ બહેન મહેનત મજૂરી કરીને ગુજરાન ચલાવે છે.

મીના સૌથી નાની હતીઃ હજારી ભીલની પુત્રી મીના પરિવારમાં સૌથી નાની હતી. માતા-પિતા તથા ઘરમાં ચાર ભાઈ બહેન છે. મીનાના મોતથી પરિવાર આઘાતમાં છે.

લાપલિયા ખેડામાં રહેતી મીના એકની એક હતીઃ બાબુ ભીલની એકની એક દીકરી મીના હતી અને તેને એક ભાઈ છે. રક્ષાબંધન પહેલાં જ ભાઈએ બહેન ગુમાવી છે.

You cannot copy content of this page