Only Gujarat

Bollywood TOP STORIES

લોકડાઉનમાં બિહારના નાનકડા ગામમાં ફસાઈ આ એક્ટ્રેસ, ચૂલા પર જાતે બનાવે છે જમવાનું

લોકડાઉનના કારણે લોકોનાં જીવન લગભગ અટકી જ ગયાં છે. ઘરમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું છે. તો ઘણા લોકો એવા પણ છે, જેઓ ક્યાંક બીજે ફસાઇ ગયા છે. આવું જ કઈંક થયું છે ‘અગલે જનમ મોહે બિટિયા હી કીજો’ ની એક્ટ્રેસ રતન રાજપૂત સાથે પણ. લોકડાઉનમાં તે બિહારના કોઇ ગામમાં ફસાઇ ગઈ છે અને ત્યાં તે કેવું જીવન જીવે છે તેનો રોજ એક નવો વીડિયો બનાવે છે, જે ફેન્સને ખૂબજ ગમે છે.

રતન રાજપૂતે એક નવો વિડીયો બનાવ્યો છે, જેમાં તે તેના ફેન્સને ચૂલા પર કડી ભાત બનાવતાં શીખવાડે છે. વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે, રતન ચૂલા પર રસોઇ બનાવતાં તો શીખી ગઈ છે, પરંતુ હજી તેને ચૂલામાં આગ લગાવતાં નથી આવડતી. તે કહે છે કે, બસ આ જ એક કામ છે, જેમાં મને બીક લાગે છે. વિડીયોમાં તે કઢી બનાવવાની રેસિપિ પણ શીખવાડે છે, જેમાં ફેન્સ માટે ભરપૂર મનોરંજન છે.

ઉલ્લેખનિય છે કે, બિહારમાં અત્યારે બરાબરનો વરસાદ ચાલું છે, જેમાં રતન રાજપૂતનો ચૂકો પલળી ગયો, એટલે રતન તેના પર જમવાનું ન બનાવી શકી. પછી ચૂલો સૂકાયો ત્યારે રતન તેના પર જમવાનું બનાવી શકી. રતનનું કહેવું છે કે, કોઇપણ ભૂખ્યું ન રહી શકે, એટલે તમારી પાસે કેટલીક કામની વસ્તુઓ હોવી જરૂરી છે.

રતને આ પહેલાં એક વિડીયો શેર કર્યો હતો, જેમાં લાઇટ જતી રહી હતી. એટલે તેણે પોનની બેટરીથી જુગાડ કર્યો હતો. આ દરમિયાન તેણે ફોનમાં ટોર્ચ બનાવનાર લોકોનો પણ આભાર માન્યો હતો, કારણકે જો આમ ન હોત તો, તેના માટે આ બધુ ખૂબજ મુશ્કેલ બની જાત.

ઉલ્લેખનિય છે કે, રતન રાજપૂત ટીવીની જાણીતી એક્ટ્રેસ છે. તેણે રાધા કી બેટિયાં કુછ કર દિખાએંગી, અગલે જનમ મોહે બિટિયા હી કીજો, સ્વયંવર, જય સંતોષી માં જેવી ઘણી સીરિયલ્સમાં કામ કર્યું છે. અત્યારે રતન ઈંન્ડસ્ટ્રીથી દૂર છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page