Only Gujarat

Bollywood

‘તુલસી’ને લગ્નના દિવસે પણ શૂટિંગ માટે બોલાવી હતી, એકતા કપૂરે કર્યો ખુલાસો

મુંબઈઃ સ્મૃતિ ઈરાની આજે એક મોટી રાજકીય હસ્તી છે. પરંતુ એકસમયે ટીવી જગતમાં તે રાજ કરતી હતી. સ્મૃતિ ઈરાનીએ પોતાની એક્ટિંગ કરિયરમાં સીરિયલ આતિશ, હમ હૈ, કલ આજ ઓર કલ, કવિતામાં કામ કર્યું હતું. જોકે એકતા કપૂરના શો ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’એ તેને ઓળખ અપાવી. આ શો બંધ થયા બાદ પણ સ્મૃતિએ પાછળ વળીને જોયું નથી.

સ્મૃતિ ઈરાનીએ ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’માં તુલસી મિહિર વિરાનીનો રોલ પ્લે કર્યો હતો. શોમાં તેની એક્ટિંગ સ્મૃતિને ટોચની એક્ટ્રેસ બનાવી હતી. પરંતુ આ શોથી મળેલી લોકપ્રિયતા મેળવવા માટે તેણે ઘણી મહેનત કરી હતી. સ્મૃતિ ઈરાનીએ WeTheWomen ઈવેન્ટમાં એક્ટિંગ લાઈફ અને સંઘર્ષના દિવસો અંગે વાત કરીહતી. જ્યાં સ્મૃતિ ઈરાની સાથે એકતા કપૂર પણ હાજર હતી. એકતાએ સ્મૃતિના કામની પ્રશંસા કરી હતી.

ઈવેન્ટમાં સ્મૃતિએ જણાવ્યું કે, ડિલિવરીના 2 દિવસ બાદ પણ તે શૂટિંગ પર પરત ફરી હતી. સ્મૃતિએ કહ્યું કે- ‘મારી પ્રથમ પ્રેગ્નન્સી દરમિયાન હું ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’નું શૂટિંગ કરી રહી હતી. એક રાતે મને લેબર પેન થઈ રહ્યું હતું ત્યારે જ મને બ્રીચ કેન્ડી હોસ્પિટલ લઈ ગયા. તે સમયે જ 6 વાગે પ્રોડક્શન હાઉસે શૂટિંગ માટે કોલ કર્યો. મે કહ્યું- મે બેબીને જન્મ આપ્યો છે. તો જવાબમાં પ્રોડક્શન હાઉસે કહ્યું- ક્યાં સુધીમાં બેબી થઈ જશે? ફરી પ્રોડક્શન હાઉસથી કોલ આવતા મારા પતિએ કહ્યું કે- સ્મૃતિ 2-3 દિવસ સુધી શૂટિંગ નહીં કરી શકે. જે પછી પ્રોડક્સન હાઉસે કહ્યું- ઓકે, અમારી પાસે 72 કલાકનો સમય છે.’

સ્મૃતિએ હસતા કહ્યું કે,‘મને ડિલિવરી બાદ એકતા કપૂરે શૂટિંગ પર બોલાવી. અમે શૂટિંગ સમયે દરેક અશક્ય કામને શક્ય કરી દેખાડ્યું.’એકતા કપૂરે પણ સ્મૃતિની પ્રશંસાના કિસ્સા યાદ કરતા કહ્યું હતું કે,‘મે સ્મૃતિને લગ્નના દિવસે પણ શૂટિંગ માટે બોલાવી હતી. સ્મૃતિએ ડિલિવરીના દિવસે અને બાળકના જન્મના 2 દિવસ બાદ પણ શૂટિંગ કરી હતી.’સ્મૃતિનો આ શો સુપરહિટ રહ્યો, તેની લાંબી સ્ટાર કાસ્ટ અને સાસુ-વહુની ટ્વિસ્ટવાળી વાર્તાએ લોકોને એન્ટરટેન કર્યા હતા. શોમાં ઘણા કલાકાર આવ્યા અને ગયા. પરંતુ અમુક કેરેક્ટર્સને લોકો આજેપણ યાદ કરે છે. કારણ કે, ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’માં સ્મૃતિ અને અમર ઉપાધ્યાયની જોડી હિટ હતી. તેમની ઑનસ્ક્રિન કેમિસ્ટ્રી એટલી જોરદાર હતી કે લોકો તેમને રિયલ લાઈફ પતિ-પત્ની માનતા.

સ્મૃતિ મિસ ઈન્ડિયા 1998માં સ્પર્ધક રહી હતી. જોકે તે ટોપ-9માં સ્થાન મેળવી શકી નહોતી. તે ઘણી ફિલ્મ્સમાં પણ કામ કરી ચૂકી છે. રાજકરણમાં જોડાયા બાદ સ્મૃતિએ એક્ટિંગ કરિયરને અલવિદા કહી દીધું.

You cannot copy content of this page