Only Gujarat

Bollywood

આ ડિરેક્ટર પર આ એક્ટ્રેસનું આવી ગયું હતું દિલ પણ લગ્ન કર્યા પરિણીત ગીતકાર સાથે!

મુંબઇ: ફિલ્મ ‘અંકુર’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર શબાના આઝમીએ આજે, 18 સપ્ટેમ્બરના રોજ 70 વર્ષ પૂરા કર્યાં. તેમનો જન્મ 18 સપ્ટેમ્બર 1950માં હૈદરાબાદમાં થયો હતો. શબાના આઝમીની ફિલ્મી કરિયરની સૌથી મોટી સિદ્ધિ એ છે કે, તેમને પાંચ વખત બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ અવોર્ડ અને ચાર વખત ફિલ્મફેર અવોર્ડ મળ્યો છે. હાલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં માત્ર એકાદ ફિલ્મ કરનાર કરનાર શબાના 70, 80, અને 90ના દશકની બેસ્ટ ફિલ્મ એક્ટ્રેસ હતાં. તેમણે સાયકોલોજી વિષયમાં ગ્રેજ્યુએશન કર્યું છે. ફિલ્મ સિવાય તે અનિલ કપૂરના ટીવી જાસૂસી શો ’24’માં પણ કામ કરી ચૂક્યા છે. હાલ શબાના તેમના પરિવાર સાથે સમય વિતાવી રહ્યાં છે.

શબાનાની ફિલ્મ કરિયરની જેટલી ચર્ચા થાય છે તેટલી જ ચર્ચા તેમના અંગત જીવનને લઇને પણ થઇ છે. તેમણે પરિણિત અને બે સંતાનના પિતા જાવેદ અખ્તર સાથે લગ્ન કર્યાં છે. શબાનાનો પરિવાર ક્યારેય નહોતો ઇચ્છતો કે શબાના પરિણિત પુરષ સાથે લગ્ન કરે પરંતુ શબાનાએ કોઇની વાત ન માની અને આખરે જાવેદ અખ્તરની સાથે લગ્ન કરીને તેમની બીજી પત્ની બન્યાં.

જાવેદ અખ્તર 70ના દશકમાં શબાના આઝમીના પિતા કૈફી આઝમી પાસેથી લેખન કલાની તાલિમ લઇ રહ્યાં હતા. તે હંમેશાં તેમની લખેલી કવિતા કૈફી આઝમીને બતાવતા હતાં અને તેમની સલાહ લેતા હતા. આ સમય દરમિયાન બંને વચ્ચે નિકટતા વધવા લાગી હતી.

આ કારણે જાવેદ અને હનીના સંબંધમાં પણ દરાર પડી ગઇ. બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા. રોજના વાદ વિવાદથી કંટાળીને જાવેદની પત્ની હનીએ એક દિવસ જાવેદને શબાના પાસે જતા રહેવાની પરવાનગી આપી દીધી. તેમણે જાવેદ અખ્તરને કહી દીધું કે તે શબાના પાસે જઇ શકે છે અને બાળકોની ચિંતા ના કરે. ત્યારબાદ બંનેએ પરસ્પરની સમજણથી જુદા થઇ જવાનું નક્કી કર્યું અને ડિવોર્સ લઇ લીધા.

જો કે શબાના પિતા કૈફી આઝમી પણ આ સંબંધથી ખુશ નહોતા. તેમને હંમેશા એવું લાગતું હતું કે શબાનાના કારણે જાવેદ અને હનીના સંબંધો બગડ્યાં જે યોગ્ય નહોતું. તે નહોતા ઇચ્છતા કે શબાના એવી વ્યક્તિ સાથે લગ્ન કરે જે પહેલાથી પરિણિત છે. જો કે થોડા સમય બાદ શબાનાએ પિતાને એ વિશ્વાસ અપાવ્યો કે, આ લગ્ન તેના કારણે નથી તૂટ્યાં. ત્યારબાદ તેઓ માની ગયા અને બંનેના લગ્નની પરવાનગી આપી દીધી.

શબાનાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘બેન્ડિટ ક્વિન’ જેવી ફિલ્મના ડાયરેક્ટર રહી ચૂકેલા શેખર કપૂર સાથે તે થોડા વર્ષ રિલેશનશિપમાં હતી. તેમનું બ્રેક અપ પણ બંનેની સહમતિથી થયું હતું. તેમણે જણાવ્યું કે બ્રેકઅપ બાદ તેમણે શેખર કપૂર સાથે એક ફિલ્મ કરી હતી. તેમણે જે ફિલ્મમાં કામ કર્યું તેના ડાયરેક્ટ શેખર કપૂર હતા અને તેમની પત્ની મેઘા તેને આસિસ્ટ કરી રહી હતી.

2004માં આપેલા એક ઇન્ટરવ્યુમાં તેમણે એ પણ કબૂલ્યુ હતું કે તેમને શશિ કપૂર પર પણ ક્રશ હતો તેમણે જણાવ્યું કે શશિ કપૂર અને તેમની પત્ની જેનિફર તેમના ફેમિલી ફ્રેન્ડ હતા. પૃથ્વીરાજ કપૂર તેમના પેરેન્ટસની બાજુમાં રહેતા હતા. રવિવારે જ્યારે શશિ કપૂર પિતાને મળવા આવતા હતા ત્યારે તે તેમની સહી એક તસવીર પર લેતી. જ્યારે તેમની સાથે ફિલ્મ ‘ફકીરા’માં કામ કરવાની તક મળી તો તે ખૂબ જ ગભરાતી હતી. તે સમયે તેમનું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નામ હતું. તે એક સફળ અભિનેતા હતા.

શબાનાએ ‘શતરંજ કે ખેલાડી’, ‘અમર અકબર એન્થોની’, ‘ચોર સિપાહી’ અને ‘એક હી રાસ્તા’, ‘પરવરિશ’, ‘સ્વામી’, ‘દેવતા’, ‘સ્વર્ગ’, ‘અમરદિપ’, ‘હમ પાંચ’, ‘જ્વાલામુખી’, ‘એક હી ભૂલ’, ‘રાસ્તે પ્યાર કે’, ‘લહૂ કે દો રંગ’, ‘મંડી’, ‘માસૂમ’, ‘જજ્બા’, ‘નીરજા’ જેવી અનેક ફિલ્મમાં કામ કર્યું છે.

You cannot copy content of this page