Only Gujarat

Bollywood

બેડમિન્ટન રમતાં રમતાં આ એક્ટર હાર્યા જીવનની બાઝી, સારવાર દરમિયાન થયું મોત

મુંબઇ: મલયાલમ ટીવી એક્ટર સબરી નાથનું ગુરુવારે, 17 સપ્ટેમ્બરના રોજ કાર્ડિએક અરેસ્ટના કારણે નિધન થઇ ગયું હતું. તે 43 વર્ષના હતા. તેમને ત્રિવેન્દ્રમની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ હોસ્પિટલમાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના નિધન વિશે મળેલા રિપોર્ટ મુજબ તેઓ બેડમિન્ટન રમી રહ્યાં હતા. આ સમયે જ તેમને હાર્ટ અટેક આવ્યો ત્યારબાદ તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જોકે હોસ્પિટલમાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થઇ ગયું. શબરીના નાથ પરિવારમાં પત્ની અને બે દીકરીઓને સંતાપ કરતા છોડી ગયા છે.

અનેક ટીવી શોમાં કર્યું કામઃ શબરી નાથે તેમના કરિયરની શરૂઆત મલયાલમ સીરિયલ ‘મિન્નૂકેટટૂ’થી કરી હતી. તેમના આદિત્યના રોલને ખૂબ સફળતા મળતા તેમને આ ટીવી સીરિયલથી જ ઓળખ મળી હતી. આ સિવાય શબરી માલા ‘અમાલા’, ‘સ્વામી અયપ્પન’ અને ‘શ્રીપદમ’ જેવી સીરિયલમાં કામ કરી ચૂક્યાં છે. તેઓ છેલ્લા 15 વર્ષથી મલયાલમ ટીવી ઇન્ડસ્ટ્રીમાં કાર્યરત હતા. હાલ તેઓ ટીવી સિરિયલ ‘પડાતા પૈનકિલી’માં મહત્વનો રોલ નિભાવી રહ્યાં હતા. એક્ટરની સાથે તે એક ટ્રેન્ડ બેન્ડમિન્ટન પ્લેયર પણ છે.

સેલેબ્સે આપી શબ્દાંજલિ: સબરી નાથને સેબેલ્સે સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી છે. સીરિયલ ‘નિયુમ નજાનુમ’ના એક્ટર શિજુ આરે ઇન્ટાગ્રામ પર શબરીનો ફોટો શેર કરીને લખ્યું કે, “વિશ્વાસ નથી આવતો ભગવાન તેમના આત્મને શાંતિ આપે. એક્ટ્રેસ ઉમા નાયરે પણ ઇમોશનલ પોસ્ટ લખીને શબરીનાથે શ્રદ્ધાંજલિ આપી છે.

You cannot copy content of this page