Only Gujarat

Business TOP STORIES

તમે એક કપ ચા પી લો ત્યાં સુધીમાં તો મુકેશ અંબાણી કરી લે છે લાખોમાં કમાણી

મુંબઈઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના મુકેશ અંબાણી દુનિયાના પાંચમાં સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે. મુકેશ અંબાણીની સફળતા વિશે વાત કરતા કહેવાય છે કે જેટલા સમયમાં કોઇ વ્યક્તિ માત્ર એક ચાનો કપ પુરો કરે છે. તેટલા સમયમાં મુકેશ અંબાણીની સંપત્તિ લાખો ગણી વધી જાય છે. આ ધનાઢ્ય વ્યક્તિ સાથે જોડાયેલી કેટલીક રોચક વાતો જાણીએ.

મુકેશ અંબાણી ભારત સહિત સમગ્ર એશિયામાં સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે. છેલ્લા દસ વર્ષમાં તેમણે તેમની સંપત્તિમાં 3 ગણો વધારો કર્યો છે. 2010માં તેમની સંપત્તિ 20 બિલિયન ડોલર હતી. જ્યારે હાલ એટલે કે 2020માં 20 બિલિયન ડોલર થઇ ગઇ છે.

મુકેશ અંબાણીનો પરિવાર મુંબઇમાં 27 માળના મકાન એન્ટીલિયામાં રહે છે. આ આલિશાન બંગલો 7હજાર કરોડમાં તૈયાર થયો છે. આ ઘરની ગણતરી પણ દુનિયાના સૌથી આલિશાન અને મોંઘા ઘરમાં થાય છે.

મુકેશ અંબાણી ભારતના સૌથી અમીર શખ્સ કરતાં પણ 4 ગણા વધુ ધનવાન છે. ભારતના બીજા નંબરના ધનાઢ્ય વ્યક્તિ રાધા કિશન દમાની છે. રાધા કિશનની અંદાજે સંપત્તિ 17.8 બિલિયન ડોલર છે.

મુકેશ અંબાણીની સંપત્તિનું વિશ્લેષણ કરતા જાણી શકાય છે કે, તે દરેક મિનિટે 23 લાખ કરતાં પણ વધુ કમાઇ છે.

વર્ષ 2019માં મુકેશ અંબાણીની સંપત્તિમાં રોજ 33 કરોડનો વધારો થતો હતો. વર્લ્ડ બેન્ક ડાટા મુજબ અફઘાનિસ્તાન,બોત્સવાના અને બોસ્નિયા જેવા દેશોની કુલ જીડીપીને જોડી દેવામાં આવે તો પણ મુકેશની અંબાણીની સંપત્તિથી આ આંકડો ઓછો જ હશે.

You cannot copy content of this page