Only Gujarat

Bollywood

પૂરથી પ્રભાવિત કેરળને મદદ કરવા માંગતો હતો ફેન,સુશાંતે આપી દીધા હતા 1 કરોડ રૂપિયા

મુંબઈ: બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતથી આખી બોલીવૂડ ઈન્ડસ્ટ્રી સ્તબ્ધ છે. દરેક વ્યક્તિ ખરાબ રીતે ભાંગી પડી છે અને અભિનેતાની ચીર વિદાય પર શોક વ્યક્ત કરી રહી છે. બોલીવૂડે એ અભિનેતાને ગુમાવ્યો છે જે સાચા અર્થમાં હીરો હતા. વર્ષ 2018 માં કેરળમાં ભયંકર પૂર આવ્યું હતું. ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને રાજ્યની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ હતી. સુશાંતે કેરળ માટે 1 કરોડ અને પછી નાગાાલેન્ડ માટે 1.25 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું.

જ્યારે સુશાંતે એક ફેન માટે 1 કરોડનું દાન આપ્યું હતું
તે સમયે સુશાંત સિંહ રાજપૂત એક દેવદૂત તરીકે આવ્યા. તે મુશ્કેલ સમયમાં સુશાંત સિંહ રાજપૂતે કેરળ રાહત ભંડોળમાં 1 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. સુશાંત સિંહ રાજપૂતે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે તે કોઈના વતી આ પૈસા દાનમાં આપી રહયા છે. તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર એક ચાહકે કહ્યું હતું કે તેની પાસે પૈસા નથી પરંતુ તે કંઈક દાન આપવા માંગે છે. ત્યારે સુશાંત સિંહ રાજપૂતે કહ્યું હતું કે તેઓ તેના વતી 1 કરોડ રૂપિયા કેરળ રાહત ફંડમાં આપશે.

અભિનેતાની આ પહેલથી ચાહકો ઘણા ઈમ્પ્રેસ થયા હતા. બધાએ સોશિયલ મીડિયા પર સુશાંત સિંહ રાજપૂતની ખુબ પ્રશંસા કરી હતી. અભિનેતાએ સોશિયલ મીડિયા પર એ ફેનનો આભાર પણ માન્યો હતો, જેના કારણે તેણે આ પગલું ભર્યું હતું. સુશાંતે ટ્વીટ કરીને કહ્યું હતું કે- જેવી રીતે મેં મારા મિત્રને જે વચન આપ્યું હતું, તમે જે કરવા માંગતા હતા તે થઈ ગયું છે. તમને તમારા પર ગર્વ હોવો જોઈએ.

નાગાલેન્ડમાં પૂર વખતે 1.25 કરોડ આપ્યા હતા
કેરળ બાદ વર્ષ 2018માં નાગાલેન્ડમાં આવેલા પૂરમાં પણ એક્ટર સુશાંતસિંહ રાજપુતે દાન આપ્યું હતુ. સુશાંતે પોતાના હાથે નાગાલેન્ડના મુખ્યમંત્રીને 1.25 કરોડનો ચેક આપ્યો હતો.

કેરળના મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો
પરંતુ હવે સુશાંત આપણી સાથે નથી અને તેમના વિદાયનું દુઃખ દક્ષિણ ભારતમાં પણ જોવા મળી રહ્યું છે. કેરળના સીએમ પી વિજયન એ અભિનેતાના મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કરીને પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે કેરળના પૂર દરમિયાન સુશાંત દ્વારા આપવામાં આવેલી સહાયને પણ યાદ કરી હતી.

સુશાંત સિંહ રાજપૂત થોડા સમયથી ડિપ્રેશન સામે લડતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર અભિનેતા એક ડોક્ટરને પણ બતાવી રહ્યા હતા. પરંતુ અંતે તે આ યુદ્ધ હારી ગયા અને આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો.

You cannot copy content of this page