Only Gujarat

Bollywood

સુંદરતા જ બની અભિશાપ, યુવતી સાથે થયું એવું કે તમે પણ માથું ખંજવાળશો

શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈના માટે વધારે સુંદર બનવું એ એક સમસ્યા બની જાય છે. વાસ્તવમાં એવું થયુ છે. અમેરિકાની એક 21 વર્ષની ઈંસ્ટાગ્રામ મોડલ લૂના બેનાની સાથે એવું બન્યુ છે. તેની સુંદરતાને કારણે તેને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. લુનાએ દાવો કર્યો છે કે, વધારે હૉટ હોવાને કારણે ડેટિંગ એપ ટિંરે તેના ઓફિશિયલ એકાઉન્ટને બેન કરી દીધુ છે. એને તેણે ત્રાસ ગણાવ્યો છે.

લૂના મુજબ, ટિન્ડર એપ્લિકેશન તેને એટલા માટે બૅન કરી રહ્યુ છે, કારણકે એપનું માનવું છેકે, તેના હૉટ ફોટોઝ ફેક છે. લુનાએ જણાવ્યું કે તે આ એપ સાથે 2017થી જોડાયેલી છે. પરંતુ એપ્લિકેશનમાંથી થોડા સમય પછી, લોકો તેના ફોટા ચોરી કરવા લાગ્યા અને નકલી એકાઉન્ટમાં તેનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું.

આટલું જ નહીં લુનાએ કહ્યું કે, ટિન્ડર સિવાય ફેસબુક પર ફેક એકાઉન્ટ્સમાં તેની તસવીરોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ એકાઉન્ટ્સ પર પણ હજારો ફોલોઅર્સ છે.

લુનાએ કહ્યું કે, સુંદર હોવાને કારણે લોકો તેમને ટિન્ડર પર ધમકી પણ આપે છે. જ્યારે તેણે આ ફેક પ્રોફાઈલ પર મેસેજ કર્યો, તો તેને બ્લોક કરી દેવામાં આવી હતી. લૂનાનું કહેવું છેકે, આ ખોટું છેકે, લોકો તેના ફોટાનો ઉપયોગ કરે છે. પછી તેનાથી કમાણી કરે છે.

લૂનાના હજારો બનાવટી એકાઉન્ટોને લીધે, ટિન્ડરને પણ તેમના વાસ્તવિક અને બનાવટી એકાઉન્ટ્સ વચ્ચેનો તફાવત મળી શક્યો નહીં. આ જ કારણ છે કે, જ્યારે પણ લુના આ એપ્લિકેશન પર સાચું એકાઉન્ટ બનાવે છે, ત્યારે ટિન્ડર તેને નકલી માનીને બ્લોક કરે છે.

જો કે, લુના આ એપ્લિકેશનનો ઉપયોગ કરીને કેટલીક ડેટ્સ પર પણ ગઈ છે. પ્રતિબંધ મુકાયો તે પહેલા તે ટિન્ડર દ્વારા એક વ્યક્તિને મળી હતી. તે હજી પણ તેને ડેટ કરી રહી છે. લુનાએ કહ્યું કે, તે આ વ્યક્તિનાં મિત્રોને જાણે છે, તેથી તેને સલામતીની ચિંતા કરવાની જરૂર રહેતી નથી.

લુના એક અમેરિકન મોડલ છે. તે ઇન્સ્ટાગ્રામ પર પણ ઘણી લોકપ્રિય છે. તેના 10 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.

You cannot copy content of this page