Only Gujarat

FEATURED National

કોરોનાકાળમાં માતાને નોકરીમાંથી હાંકી કાઢી, 14 વર્ષનો દીકરો ચા વેચીને ચલાવે છે ઘરે

કોરોના રોગચાળા દરમિયાન હમણાં શું થશે તે કહી શકાય નહીં. આ રોગચાળાએ મુંબઈના 14 વર્ષના છોકરાનું બાળપણ છીનવી લીધું અને ઘર ચલાવવા ચા વેચવાની ફરજ પડી. કોરોના રોગચાળા પહેલા, મુંબઈના 14 વર્ષના સુભાનનું બાળપણ પણ બીજા બળકોની જેમ સારી રીતે વીતી રહ્યુ હતુ.

પરંતુ જ્યારે રોગચાળા દરમિયાન બધુ બંધ થઈ ગયું હતું, ત્યારે તેની માતાને પણ કામ મળવાનું બંધ કરી દીધું હતું, જેના કારણે ઘરની આર્થિક સ્થિતિ બગડવાની શરૂઆત થઈ હતી. ત્યારબાદ 14 વર્ષના સુભાને ઘરની જવાબદારીઓ જાતે ઉઠાવવાનો નિર્ણય કર્યો અને પરિવારને પોષણ આપવા ચા વેચવાનું શરૂ કર્યું. ઇન્ટરનેટ પર વાયરલ સુભાનની વાર્તા વાંચીને લોકો ખૂબ ભાવુક થઈ રહ્યા છે. લોકો તેની મદદ માટે અવાજો ઉઠાવી રહ્યા છે.

પિતાનું 12 વર્ષ પહેલા થયું હતું અવસાન
એન.એન.આઈ. અનુસાર સુભાનને તેની માતાની મદદ માટે 14 વર્ષની ઉંમરે ચા વેચવી પડી રહી છે. રોગચાળા પહેલા, તેની માતા એક સ્કૂલમાં બસ એટેન્ડન્ટ તરીકે કામ કરતી હતી. સુભાનના પિતાનું 12 વર્ષ પહેલા અવસાન થયું છે.

પરિવારમાં બીજો કોઈ કમાતો સભ્ય નથી. તેણે કહ્યું કે, મારી બહેન ઓનલાઈન ક્લાસ દ્વારા અભ્યાસ કરે છે અને તેણે કહ્યું હતું કે, રોગચાળો સમાપ્ત થતાં જ શાળા પૂર્ણ થતાંની સાથે જ તે પોતાનો અભ્યાસ શરૂ કરશે.

જણાવી દઈએ કે સુભાન મુંબઇના ભીંડી બજારમાં એક દુકાનમાં ચા બનાવે છે અને તેને ઘણી જગ્યાએ સપ્લાય કરે છે. દરરોજ ચા વેચીને 300 થી 400 રૂપિયા કમાય છે.

તે પૈસા સાથે, તે ઘરની ખર્ચ માટે તેની માતાને પૈસા આપે છે અને ભવિષ્યમાં આગળના અભ્યાસ માટે બાકી રહેલાં નાણાંની બચત કરે છે. જેથી આવનારા ભવિષ્યમાં તેઓને અભ્યાસ અંગે કોઈ મુશ્કેલી ન પડે. લોકો આ ઉંમરે તેની લગન અને જુસ્સાને જોઈને સલામ કરી રહ્યા છે અને તેની પાસેથી પ્રેરણા લઈ રહ્યા છે.

You cannot copy content of this page