Only Gujarat

International

મહિને લાખો રૂપિયા કમાવવા છે? બસ સેક્સ લાઈફના અનુભવો કરો શૅર

છેલ્લાં કેટલાંક મહિનાથી આ મહામારીનો પ્રકોપને સહન કરી રહેલાં લોકોની મેંટલ, ઈમોશનલ અને સેક્સુઅલ હેલ્થ ઉપર તેની નેગેટિવ અસર પડી છે. તેને ધ્યાનમાં રાખીને, યુકેની એક કંપની ત્રણ કપલની શોધમાં છે જે તેમના સેક્સ જીવન વિશેની માહિતી શેર કરવાની સાથે જ ઘણા પ્રોડક્ટસનું ટેસ્ટિંગ કરીને તે બતાવેકે, તેઓની સેક્સુઅલ લાઈફ ઉપર આ પ્રોડક્ટથી શુ ફરક પડ્યો છે.

આ પ્રવૃત્તિમાં ભાગ લેનારા યુગલોએ તે કહેવું પડશે કે તેઓ ક્યારે અને કેટલી વાર ઈંટીમેટ થયા છે અને તેઓએ તે પણ શેર કરવું પડશે કે તે કંઈ પ્રોડક્ટ હતી જેના ઉપયોગથી તેમને જાતીય ક્ષમતા વધારવામાં મદદ મળી છે. આ પ્રવૃત્તિમાં ભાગ લેનારા કપલ્સને દોઢ લાખ રૂપિયાની રકમ પણ મળશે.

વાસ્તવમાં, આ વેબસાઇટ પર એક સર્વે કરવામાં આવ્યો, જેમાં ઘણા આશ્ચર્યજનક પરિણામો બહાર આવ્યા. આ સર્વેમાં 18 થી 60 વર્ષની વયના 2000 કપલ્સે ભાગ લીધો હતો. અને 52 ટકા કપલ્સનું માનવું હતું કે, કોરોના વાયરસ રોગચાળાને કારણે તેમનું જાતીય જીવન નેગેટીવ રીતે પ્રભાવિત થયુ છે.

આ વેબસાઇટ પર એક નિવેદનમાં લખ્યું છે કે, કોરોનાને કારણે યુગલોની સેક્સ લાઇફ ખૂબ પ્રભાવિત થઈ છે, તેથી અમે તેમના માટે કંઈક રસપ્રદ કરવા માંગીએ છીએ. બગીચાઓના વધતા જતાં વલણને જોતા, અમે એવાં ત્રણ કપલ્સની શોધમાં છીએ, જે અમારા માટે બેસ્ટ ફળો, શાકભાજી, છોડ અને વનસ્પતિઓની યાદી તૈયાર કરી શકે છે જેણે તેમના જાતીય જીવનને સૌથી વધુ ફાયદો આપ્યો છે.

આ વેબસાઇટ અનુસાર, દરેક દંપતીને બે મહિનાની શરૂઆતમાં એક પ્રોડક્ટ પેકેજ આપવામાં આવશે. તેમાં જે ઉત્પાદનો હશે તેની તપાસ કરવી પડશે. આ સિવાય આ લોકો સાથે ટૂલ્સ, ગાઇડલાઇન્સ અને રેસિપી પણ શેર કરવામાં આવશે.

બધા કપલ્સ પાસે આશા રાખવામાં આવશે કે, દરેક ઉત્પાદનને પોતાની સુવિધાનુસાર ઉપયોગ કરે અને પછી તેની અસરો વિશે વિગતવાર રિવ્યૂ આપે. આ રિવ્યૂ ઉર્જા સ્તર અને જાતીય ક્ષમતા પર અસર જેવા મુદ્દાઓ સાથે સંબંધિત હશે.

બે મહિનાનો સમયગાળો પૂરો થયા પછી, દરેક દંપતીએ તેમના રિવ્યૂ સબમિટ કરવાના રહેશે અને તે પછી તેમને આ પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે દોઢ લાખની રકમ આપવામાં આવશે. આ કપલ્સની ઉંમર 25 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ, જો કે આ પોઝીશન તમામ જેંડર્સ અને સેક્સુઅલ પ્રેફરન્સનાં લોકો માટે હશે.

You cannot copy content of this page