Only Gujarat

Bollywood FEATURED

ભાઈના લગ્નમાં કંગનાનો ઠસ્સો હતો રાજકુમારી જેવો, તસવીરોમાં માણો રજવાડી લગ્ન

કંગના રનૌતના ભાઈ અક્ષતનું ડેસ્ટિનેશન વેડિંગ ઉદયપુરમાં થઈ રહ્યું છે. 2 દિવસ સુધી ચાલનારા આ વેડિંગનાં ફંક્શનની શરૂઆત બુધવારે બપોરે મહેંદી સેરેમનીથી થઈ ગઈ છે. સાંજે સંગીત સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. કંગનાએ ટ્વીટર પર ભાઈને મહેંદી લગાવતા ફોટો શેર કરી લખ્યું કે, ‘મારા ભાઈના હાથમાં નાની આકાશગંગા મારા દ્વારા બનાવવામાં આવી છે.’ આ ફોટોમાં અક્ષત રીતુ સાથે બેસેલો છે અને પોતાના હાથમાં લગાવેલી મહેંદી દેખાડી રહ્યો છે. તો ગુરુવારે સવારે 9.15 અક્ષત પોતની ભાવિ પત્ની રિતુ સાંગવાન સાથે સાત ફેરા લઈ લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. સાંજે રિસેપ્શન થશે. જેમાં બંનેના પરિવારના લોકો, ખાસ ફ્રેન્ડ અને સંબંધિઓ હશે. કંગનાના ભાઈના લગ્નના કેટલાક ફોટો સામે આવ્યાં છે. જેમાં તે ઝરણાંના કિનારે બેસી પરિવાર સાથે ડિનર કરતાં જોવા મળી રહ્યાં છે.

કંગના અને રંગોલી બંનેએ સાથે મળી ભાઈ અક્ષતના હાથ પર લગ્નની મહેંદી લગાવી હતી. આ અવસરે અક્ષતની પત્ની રિતુ પણ સાથે હતી. ઉલ્લેખનીય છે કે કંગનાએ ભાઈના લગ્નમાં કોઈ કચાશ રાખી નહોતી. વિદેશથી લાખોની કિંમતના ફૂલો ખાસ મગાવવામાં આવ્યા હતા અને હોટલને ફૂલોથી સજાવવામાં આવી હતી.

પોતાની મા સાથે રંગોલી ચંદેલ. કંગનાની માએ પણ દીકરાના લગ્નની ખુશીમાં હાથમાં મહેંદી લગાવી.

ભાઈના લગ્નમાં પતિ સાથે ખૂબ જ રોમેન્ટિક જોવા મળી રંગોલી ચંદેલ.

અક્ષત અને રિતુના લગ્નની થીમ રજવાડા છે. જેના માટે 10 નવેમ્બર જ આખો રનૌત પરિવાર દુલ્હનના પરિવાર સાથે ઉદયપુર પહોંચી ગયાં હતાં. લગ્નના કાર્યક્રમ બે દિવસ સુધી ચાલશે.

કંગનાએ એક અન્ય ટ્વીટમાં પોતાના કેટલાક ફોટો શેર કર્યાં છે. જેમાં તે લીલા પેલેસની અંદર ટ્રેડિશન આઉટફિટમાં પોઝ આપતી જોવા મળી રહી છે. કેપ્શનમાં તેમણે લખ્યું કે, ‘ભાઈ કી શાદી’

કંગના ભાઈના લગ્ન માટે ઉદયપુરના ધી લીલા પેલેસમાં રોકાઈ છે. કંગનાએ ગત રાત્રીએ શીશ મહેલના રેસ્ટોરાંમાં રાજસ્થાની વ્યંજનોની લિજ્જત માણી હતી. આ દરમિયાન કંગના સાથે તેમની બહેન રંગોલી ભાઈ અક્ષત આશા અને પરિવારના લોકો પણ હાજર રહ્યાં હતાં.

લગ્ન માટે રાજસ્થાની થીમથી હોટેલ સજાવી છે. આ દરમિયાન રાજસ્થાનિ લોકો કલાકારો સાથે કઠપુતલી શૉનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ વિદેશી ફૂલોથી વિશેષ સજાવટ પણ કરવામાં આવી છે. તેની અંદાજિત કિંમત લગભગ 12 લાખ રૂપિયાથી વધુ છે.

આ પહેલાં કંગનાનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તે પોતાના ભાણિયા પૃથ્વી સાથે મસ્તી કરતી જોવા મળી હતી. બંને ઉદયપુરની હોટેલમાં હતાં. આ પહેલાં કંગનાએ ભાઈના લગ્નના ઘણાં વીડિયો અને ફોટો શેર કર્યાં હતાં. જેમાં કંગના અને રંગોલી ખૂબ જ ડાન્સ કરતી જોવા મળી હતી.

જેમાં હાઇપ્રોફાઇલ લગ્નમાં હિમાચલ પ્રદેશના CM જયરામ ઠાકુર સહિત ઘણાં મોટા લોકો સામેલ થવાની સંભાવના છે. લગ્ન સમારંભમાં સામેલ થનારા અતિથિ ઉદયપુરના સુંદર પર્યટન સ્થળોનું ભ્રમણ કરશે અને ઝરણાંમાં બોટિંગની મજા માણશે. તે માટે વિશેષ તૈયારી પણ કરવામાં આવી છે.

કંગનાનો ઉદયપુર સાથે જૂનો સંબંધ છે. તેમના કુળદેવી ઉદયપુર જિલ્લાના જગત ગામમાં સ્થિત છે. કંગનાના કુળદેવી મા અંબિકા છે. કંગનાએ પોતાના ટ્વિટર પર ભાઈના લગ્ન સાથે જોડાયેલાં કેટલાક વીડિયો અને ફોટો શેર કર્યાં છે.

You cannot copy content of this page