Only Gujarat

Bollywood FEATURED

બેકલેસ બ્લાઉઝમાં કરીનાનો અલ્લડ અંદાજ, સાડીમાં લાગી રૂપરૂપનો અંબાર પણ આ એક ભૂલ પડી ગઈ ભારે

મુંબઈઃ કરીના કપૂર અત્યારે દિલ્હીમાં તેમની અપકમિંગ ફિલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’નું શૂટિંગ કરી રહી છે. આ દરમિયાન કરીના દરરોજ પટોડી પેલેસમાં રહે છે અને ત્યાંથી ફિલ્મના સેટ પર જાય છે. આ શૂટિંગ મહિનાનાં અંત સુધી ચાલી શકે છે. અત્યારે કરીના શૂટિંગમાં વ્યસ્ત હોવાને લીધે તેમના દીકરા તૈમૂરને તેના પિતા સૈફ સંભાળી રહ્યાં છે. આ દરમિયાન કરીના કપૂરનો એક કિસ્સો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. જેમાં બેકલેસ સાડી પહેરી હોવાથી તે કારણે ટ્રોલ થઈ હતી. આ તસવીરો જૂની છે હાલની નથી.

કરીના કપૂર તે એક્ટ્રસમાંથી એક છે, જેની સ્ટાઇલિંગનો ઉપયોગ બુકને ગાઇડ કરવા માટે થઈ શકે છે, પણ ઘણીવાર કરીના સમજી શકતી નથી કે ઇવેન્ટ મુજબ તેમનું ડ્રેસિંગ કેવું હોવું જોઈએ.

કરીનાએ તેની ફેશન અંગે એકવાર આવી ભૂલ કરી હતી, જેને લીધે તે ખૂબ જ ટ્રોલ થઈ હતી.

કરીના થોડા વર્ષ પહેલાં જશ્ન-એ-યંગિસ્તાન એવોર્ડનો ભાગ બની હતી, જ્યાં દેશના ઘણાં ક્ષેત્રમાંથી યુવા પ્રતિભાઓને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. એવોર્ડ સેરેમનીમાં કરીનાને પણ સન્માનિત કરવામાં આવી હતી.

કરીનાને ‘યૂથ આઇકૉન ઑફ ધી યર’નો એવોર્ડ આપવામાં આવ્યો હતો, જેનું એક કારણ તેમની ફિલ્મ ‘વીરે દી વેડિંગ’ હતી, પણ જેવો કરીના એવોર્ડ લેવા માટે સ્ટેજ પર પહોંચી ત્યારે તે ટ્રોલર્સના નિશાને આવી ગઈ.

જ્યાં અન્ય એક્ટર્સ આ એવોર્ડ સેરેમનીમાં સાદગી ભર્યાં કપડાંમાં જોવા મળ્યાં હતા. તો કરીનાએ ફરી એકવાર બોલ્ડ આઉટફિટને પોતાની ફેશન બનાવી હતી.

ઇવેન્ટ માટે કરીનાએ ફેમશ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાની ડિઝાઈન કરેલી પીચ-વ્હાઇટ પિંક સાડી પહેરી હતી, જે જોવામાં ખૂબ જ સુંદર હતી.

ઉલ્લેખનીય છે કે, આ ડિઝાઈનર સાડીને પાતળી પટ્ટી વાળી સીકવન્સ મેચિંગ બોર્ડર સાથે ડિઝાઈન કરવામાં આવી હતી, જેમાં માઇક્રો પ્રિન્ટ્સનું કામ કરવામાં આવ્યું હતું. જોકે, આ સાડી જોવામાં એકદમ સિમ્પલ હતી.

આ સાડી સાથે કરીનાએ બેકલેસ સ્ટાઇલિશ બ્લાઉઝ પહેર્યું હતું, જેના પર સીક્વન્સ હેન્ડ મોટિફ્સ સાથે જરી કામ કરવામાં આવ્યું હતું. તો ખભા પરથી લૂઝ ફિટ હોવાને લીધે બેક પર પાતળી સીક્વન્સ પટ્ટીને જોડવામાં આવી હતી., જેમાં માઇક્રો લટકન સામેલ હતાં. જોકે, કરીનાનો આ લૂક ખરાબ પણ નહોતો, પણ આ ઇવેન્ટમાં તે સ્ટાઇલથી બિલકુલ ફિટ નહોતો બેસતો હતો.

જેવા કરીનાના ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થયાં તો ટ્રોલર્સે તેમને જેવું તેવું કહી દીધું હતું. યૂઝર્સે તેમના સરખા કપડાં નહીં પહેરવાનો આરોપ લગાવ્યો તો કોઈએ કહ્યું, ‘આ કોઈ ફિલ્મ એવોર્ડ નથી મેડમ.’ તો ઘણાંએ તેમના ડ્રેસિંગ સેન્સને જીરો ગણાવી હતી. તો કોઇએ કોમેન્ટ કરતાં લખ્યું કે, ‘કપડા પહેરવાની રીત શીખી લો મેડમ.’

કરીના અત્યારે મુંબઈ નહીં પણ તેમના પટોડી પેલેસમાં સમય પસાર કરી રહી છે. તેમની ફિલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’નું શૂટિંગ દિલ્હીમાં ચાલી રહ્યું છએ અને જેને લીધે કરીના તેમના પતિ સૈફ અને દીકરા તૈમૂર સાથે પટોડી પેલેસમાં છે.

You cannot copy content of this page