Only Gujarat

Bollywood

બેનપણીને છ મહિના સુધી ના મળી શકતા ટીવીની આ જાણીતી એક્ટ્રેસે આમ વ્યક્ત કર્યો પ્રેમ

મુંબઇઃ ટીવી સીરિયલ ‘પવિત્ર રિશ્તા’ જેવા શોમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ અંકિતા લોખંડેની રશ્મિ દેસાઇ સાથે મિત્રતાના 10 વર્ષ પુરાં થઇ ગયા છે. એવામાં બંન્ને એક્ટ્રેસે તેનું સેલિબ્રેશન કર્યું હતું. આ સેલિબ્રેશનની તસવીરો અંકિતાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. જે હાલ વાયરલ પણ થઈ હતી.

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી તસવીરોમાં અંકિતા અને રશ્મિ દેસાઇ વચ્ચે શાનદાર બોન્ડિંગ જોવા મળ્યું હતું. આ દરમિયાન બંન્ને ખૂબ મજાક અને મસ્તીના મૂડમાં જોવા મળી રહ્યા હતાં.

એક ફોટોમાં અંકિતા રશ્મિના પગે પડતી જોવા મળી રહી છે તો બીજી તસવીરમાં રશ્મિ અંકિતાને કિસ કરતી જોવા મળી હતી. પાર્ટીમાં અંકિતાએ શોર્ટ ડ્રેસ અને રશ્મિએ લોંગ ડ઼્રેસ પહેર્યો હતો. જેમાં બંન્ને સુંદર લાગી રહી છે.

રશ્મિ સાથે વર્ષોની મિત્રતા અને બિગ બોસમાં તેની આટલી લાંબી જર્ની પર ખુશ થતા અંકિતાએ એક વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, વેલકમ બેક રાશૂ.. સૌ પ્રથમ તો આ ઉપલબ્ધિ માટે તને અભિનંદન.

અંકિતાએ લખ્યું કે, અહી સુધી પહોંચવું સરળ નહોતું. પરંતુ તે કરી બતાવ્યું. મેં તને ખરાબ હાલતમાં જોઇ છે પણ તને કોઇ તોડી શકતું નથી.

આ સાથે જ તેમણે કહ્યું કે, તું તમારી આસપાસ સારા લોકોથી ઘેરાયેલી છે જેથી જ્યારે તું તારો રસ્તો ભટકાય ત્યારે લોકો તને ગાઇડ કરવા હાજર રહે.

અંકિતા લખે છે કે તે રશ્મિને લગભગ છ મહિના બાદ મળી છે. તે તેનામાં એક અલગ રશ્મિને જોઇ શકે છે.એક્ટ્રેસમાં નવો ફેરફાર જોવા મળી રહ્યો છે. તે હવે અગાઉ કરતા સારુ ખુલ્લીને બોલે છે. આ તેના અને અંકિતા બંન્ને માટે સારુ છે.

અંકિતા પોસ્ટમાં આગળ લખે છે કે ભગવાનના આશીર્વાદ હંમેશા તારા પર રહે. અંતમાં એટલું જ કહીશ કે તે અમને ગર્વનો અનુભવ કરાવ્યો. તું મારી અસલી વિનર છે. હેપ્પી 10 યર્સ બડી. અંકિતાના આ સ્પેશ્યલ મેસેજ પર રશ્મિએ ખુશી વ્યક્ત કરી.

જો વર્કફંટની વાત કરવામાં આવે તો અંકિતા લોખંડે બાગી-3માં જોવા મળશે. આ ફિલ્મમાં રિતેશ દેશમુખ અને અંકિતા લોખંડેની કેમિસ્ટ્રી જોવા મળશે.

જ્યારે રશ્મિની વાત કરવામાં આવે તો તે તાજેતરમાં જ બિગ બોસ-13 સીઝનમાંથી પાછી ફરી છે. તે શોમાં ટોપ-3માં રહી હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page