Only Gujarat

Bollywood FEATURED

‘તારક મહેતા’માં દોઢથી બે લાખની ફી લેતા જેઠાલાલને આજે પણ છે આ વાતનું દુઃખ કે કાશ….

જેઠાલાલ ઉર્ફ દિલીપ જોશીને તેમની કોમિક ટાઇમિંગ માટે બધા જ જાણે છે. સિરિયલ ‘તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા’ દ્વારા છોટા પડદા પર છવાઇ જનાર દિલીપે એક્ટિંગમાં કરિયર બનાવવા માટે 12 વર્ષની નાની ઉંમરથી કામ શરૂ કરી દીધું હતું. તેમણે એક્ટિંગમાં કરિયર બનાવવા માટે બહુ સંઘર્ષ કર્યો. તાજેતરમાં જ આપેલા એક ઇન્ટરવ્યુમાં દિલીપ જોશીએ જણાવ્યું હતું કે, ‘સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શરૂ થયાના દોઢ વર્ષ પહેલા મારી પાસે કોઇ કામ ન હતું પરંતુ ક્યારેય મહેનત કરવામાં પીછેહટ નથી કરી’.

નાના -પડદાની સાથે મોટા પડદા પર પણ કર્યું કામ
દિલીપ જોશીએ ફિલ્મ ‘મેંને પ્યાર કિયા’ ‘ખેલાડી 420’ ‘વન ટૂ કા ફોર’ ‘હમરાજ’ ‘ફિરાક’ ‘ઢૂંઢતે રહ જાઓંગે’ અને ‘વોટસ યોર રાશિ’માં કામ કર્યુ. 1994માં ફિલ્મ ‘હમ આપકે હૈ કોન’માં તે ભોલાની ભૂમિકા અદા કરતા જોવા મળ્યા હતો. તો બીજી બાજુ તેમણે સિરિયલ ‘ક્યા બાત હૈ’માં પણ તેમણે તેમની અભિનય કલાનો પરિચય આપ્યો.

નાના પડદા પર તેઓ ‘દો ઔર દો પાંચ’ દાલ મેં કાલા’ ‘કોરો કાગજ’ હમ સબ બારાતી’ અને ‘સીઆઇ ડી સ્પેશ્યિલ બ્યુરો’, ‘એફઆઇઆર’ ‘અગડમ બગડમ તિગડમ’ અને ‘ સાહિબ બીવી અને ટીવીમાં પણ જોવા મળ્યાં હતા.

આગળ અભ્યાસ કરવા માગતા હતા દિલીપ
પોરબંદરમાં જન્મેલા દિલીપ જોશીએ એન. એમ. કોલેજથી કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્ચું, એક્ટિંગ પર ફોકસ કરવા માટે તેમણે તેમનો અભ્યાસ વચ્ચે જ છોડ દીધો. એક ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે, તે એક્ટિંગમાં સિક્કા જમાવા માટે થિયેટરમાં કામ કરતો હતો. આ બધામાં અભ્યાસ માટે સમય ન હતો મળતો. તેમણે જણાવ્યું કે, તેમને આગળ અભ્યાસ ન કરી શક્યા નો રંજ છે.

મળ્યા અનેક અવોર્ડ
કોલેજ દરમિયાન તેમને બે વખત ઇન્ડિયન નેશનલ થિયેટર દ્રારા બેસ્ટ એક્ટરનો અવોર્ડ મળ્યો હતો. આ સિવાય અનેક ટીવી શોમાં બેસ્ટ એક્ટિંગ બદલ તેમને બેસ્ટ એક્ટરના અવોર્ડ મળ્યા છે. 2019માં તેમને ઇન્ડિયન ટેલી એવોર્ડ દ્રારા બેસ્ટ એક્ટર ઇન કોમિક રોલથી સન્માનિત કરાયા હતા.

2018માં જી સિનેમા તરફથી બેસ્ટ એક્ટર ઇન કોમેડી અને 2017માં લોયન્સ ગોલ્ડ અવોર્ડ મળી ચૂક્યો છે. અભિનય કલાથી પોતાની આગવી ઓળખ બનાવનાર દિલીપ જોશી આજે સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માટે દોઢથી બે લાખ સુધીની ફી લે છે.

You cannot copy content of this page