Only Gujarat

International

આખરે આ 15 યુવતીઓમાં એવું શું છે કે લોકો ભયના માર્યા થરથર ધ્રૂજવા લાગ્યા ને…

તસવીરો યાદોને સાચવવોની પરફેક્ટ રીત છે. તમે મોમેન્ટ્સને કેદ કરી લો છો. જે બાદ તમે જ્યારે પણ આ ફોટોસને જુઓ છો, તમે ફરી એક વાર એ ક્ષણને જીવી લો છો. અનેક ફોટોસ એવા હોય છે જેની સાથે મજેદાર ક્ષણો જોડાયેલી હોય છે. તો કેટલીક એવી પણ જેને લોકો ફરીથી જોવા નથી માંગતા. હાલમાં સોશિયલ મીડિયમાં વર્ષ 1900માં લેવામાં આવેલી એક તસવીર ખાસ કારણથી વાયરલ થઈ રહી છે. આ ફોટોમાં અનેક છોકરીઓ હસતી જોવા મળી રહી છે. ન તો આ છોકરીઓને કે ન તો ફોટોગ્રાફરને અંદાજ હતો કે તે કેમેરામાં શું કેદ કરવાનો છે? જ્યારે વર્ષો પછી લોકોની નજર આ તસવીર પર પડી તો તેમાં ડરામણી વસ્તુ નજર આવી. આવો જોઈએ નૉર્મલ દેખાતી આ તસવીરની આટલી ચર્ચા કેમ છે.

સોશિયલ મીડિયામાં હાલ કપડાના એક મિલમાં કામ કરતી વર્કર્સની તસવીરો વાયરલ થઈ રહી છે. લોકોને પૂછવામાં આવ્યું કે શું તેમને આ તસવીરમાં કોઈ ચીજ અલગ નજર આવી રહી છે? આ તસવીરે તમામ લોકોને કન્ફ્યૂઝ કરી દીધા છે. લોકો સમજી નથી શકતા કે આ તસવીરમાં એવું શું છે કે જે તેમને નથી દેખાઈ રહ્યું.

પહેલી તો તમને હસતી છોકરીઓ જ નજર આવશે. તમામ મિલના કપડામાં છે. આ તસવીર 1900માં ખેંચવામાં આવી હતી. જેમાં 15 છોકરીઓ ઉભી છે. પરંતુ જ્યારે લોકોએ તેને ધારીને જોઈ તો તેઓ ડરી ગયા. કારણ કે આ તસવીરમાં છોકરીઓ 15 છે અને હાથ 31. આ ફોટોમાં એક એક્સ્ટ્રા હાથ નજર આવી રહ્યો છે.

સૌથી નીચે ઉભી છોકરીઓમાં રાઈટ સાઈડમાં જે ચોથી છોકરી ઉભી છે, તેના ખભા પર જે હાથ જોવા મળી રહ્યો છે, તે ખૂબ જ ડરાવે તેવો છે. લોકો સમજી જ નથી શકતા કે તે હાથ કોનો છે?

આ છોકરીની પાછળ ઉભેલી છોકરીએ પોતાના હાથ ફોલ્ડ કરેલા છે. એવામાં કોણે તેના ખભા પર હાથ રાખ્યો છે, તે નથી સમજાતું. લોકો આ તસવીરને જોઈને ડરેલા છે.

કેટલાક યૂઝર્સે તેને ફૉટોશોપ ગણાવ્યું. કેટલાકે આંખોનો દગો તો કેટલાકને તો વિશ્વાસ છે કે તેમાં કોઈ સુપર નેચરલ પાવરનો ખેલ છે.

સોશિયલ મીડિયામાં આ તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે. એક યૂઝરે લખ્યું કે તે સૂવા જઈ રહી હતી. ત્યારે જ તેની નજર આ તસવીર પર પડી અને હવે તે સુઈ નથી શકતી.

You cannot copy content of this page