Only Gujarat

Bollywood

બ્રેકઅપની કડવાશ ભૂલીને નાયરા ને કાર્તિકે માણ્યાં મિત્રના લગ્ન

મુંબઇઃ લોકપ્રિય સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ના નાયરા અને કાર્તિક એટલે કે શિવાંગી જોશી અને મોહસિન ખાન વચ્ચે રિયલ લાઇફમાં ભલે બધુ ઠીક ચાલી રહ્યું ના હોય પરંતુ પ્રોફેશનલ લાઇફમાં બંન્ને વચ્ચે ક્લોઝ બોન્ડિંગ હજુ પણ દેખાઇ રહ્યું છે. વાસ્તવમાં બંન્ને તાજેતરમાં જ એક કોમન ફ્રેન્ડના લગ્નમાં સામેલ થયા હતા. આ દરમિયાન નાયરા અને કાર્તિકે સાથે તસવીરો ક્લિક કરાવી હતી. બંન્નેને જોઇને લાગી રહ્યું નહોતું કે બંન્નેનું બ્રેકઅપ થઇ ગયું છે.

મિત્રો સાથે પોઝ આપતા શિવાગી જોશી ખુશ જોવા મળી રહી છે તો મોહસિન ખાનના ચહેરા પર પણ સ્માઇલ જોવા મળી રહી છે.

મોહસિન ખાન અને શિવાંગી જોશીએ આ લગ્નમાં ખૂબ મસ્તી કરી હતી. શિવાંગી અને મોહસિનને આ રીતે ખુશ જોઇને તેના ફેન્સને એકવાર લાગવા લાગ્યું છે કે કદાચ બંન્ને વચ્ચે પેચઅપ થઇ જાય.

નોંધનીય છે કે નવેમ્બર 2019માં બંન્નેના બ્રેકઅપની ખબરો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં હતી. જ્યારે મોહસિને પ્રોડક્શન ટીમ પાસે પોતાના માટે અલગથી વેનિટી વેનની માંગ કરી દીધી હતી. વાસ્તવમાં મોહસિન શિવાંગી સાથે વેનિટી વેન શેર કરવા માંગતો નથી.

શિવાંગી સાથે ખરાબ સંબંધોને લઇને મોહસિને કહ્યું હતું કે, મને તેનાથી કોઇ સમસ્યા નથી. અમે બંન્ને સાથે કામ કરતા ચાર વર્ષથી વધુનો સમય થઇ ગયો છે. હું તેને એક પ્રોફેશનલ એક્ટ્રેસના રૂપમાં જોવું છું.

નોંધનીય છે કે યે રિશ્તા ક્યા કહલાતા હૈ નૈતિક અને અક્ષરાની પ્રેમ કહાનીથી શરૂ થયો હતો હવે આ સીરિયલ તેમની દીકરી નાયરાની પ્રેમ કહાની પર શિફ્ટ થઇ ચૂકી છે.

યે રિશ્તા ક્યા કહલાતા હૈ ટીવીની સૌથી લાંબી શોમાંની એક છે. 12 જાન્યુઆરી 2009થી શરૂ થયેલી આ સીરિયલને 10 વર્ષથી વધુનો સમય થઇ ચૂક્યો છે.

આ શોમાં અત્યાર સુધી 3123 એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. સીરિયલની કહાની અગાઉ નૈતિક અને અક્ષરા અને વર્ષા-શોર્યની લવસ્ટોરી હતી. બાદમાં તેમાં કાર્તિક અને નાયરા અને કીર્તિ અને નક્શની લવસ્ટોરી શરૂ થઇ ગઇ છે.સીરિયલમાં કાર્તિક અને નાયરાનો એક દીકરો પણ છે જેનું નામ કૈરવ ગોયનકા છે.

નોંધનીય છે કે મોહસિન અને શિવાંગીને ઓનસ્ક્રીન સાથે જ ઓફસ્ક્રીન કેમેસ્ટ્રીને લઇને પણ ઓળખવામાં આવે છે. ફેન્સ પણ બંન્ને સાથે જોવાનું પસંદ કરે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page