Only Gujarat

Bollywood FEATURED

23 વર્ષની ઉંમરમાં જાન્હવીએ ખરીદ્યા એક સાથે ત્રણ-ત્રણ ઘર, કિંમત છે કરોડોમાં

મુંબઈઃ બોની કપૂર તથા દિવંગત શ્રીદેવીની દીકરી જાન્હવી કપૂરે હાલમાં જ મુંબઈમાં એક આલિશાન ઘર ખરીદ્યું છે. સૂત્રોના મતે જાન્હવીએ મુંબઈમાં 39 કરોડ રૂપિયામાં આ ઘર લીધું છે. આ ઘર જુહૂના વિલે પાર્લે સ્કીમમાં છે. આ વિસ્તાર મુંબઈનો સૌથી લક્ઝૂરીયસ તથા હાઈફાઈમાંથી એક છે.

આ ઘર ખરીદ્યા બાદ જાન્હવી કપૂર અમિતાભ બચ્ચન, અનિલ કપૂર, એકતા કપૂર જેવા દિગ્ગજોની પડોસણ બની ગઈ છે. 23 વર્ષીય જાન્હવીની હજી સુધી માત્ર 2 જ ફિલ્મ રીલિઝ થઈ છે.

4144 સ્કેવર ફૂટમાં ફેલાયું છે ઘર: ઝીક્યૂ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે, જાન્હવી કપૂરનું ઘર બિલ્ડિંગના 14, 15 તથા 16મા માળે છે. આ ત્રણેય ફ્લેટ થઈને 4144 સ્કેવર ફૂટ જેટલું થાય છે. જાન્હવીએ 10 ડિસેમ્બરના રોજ આ પ્રોપર્ટીને રજિસ્ટ્ર કરાવી હતી. આ માટે જાન્હવીએ 78 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી આપી છે. જાન્હવી હાલમાં લોખંડવાલામાં પિતા બોની કપૂર તથા બહેન ખુશી કપૂર સાથે રહે છે.

2018માં ડેબ્યૂ કર્યું હતું: જાન્હવીએ 2018માં શશાંક ખેતાનની ફિલ્મ ‘ધડક’થી ઈશાન ખટ્ટર સાથે બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ મરાઠી ફિલ્મ ‘સૈરાટ’ની હિંદી રીમેક હતી. ત્યારબાદ જાન્હવીની બીજી ફિલ્મ ‘ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ’ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી.

જાન્હવીની અપકમિંગ ફિલ્મ ‘રૂહી અફઝાના’ તથા ‘દોસ્તાના 2’ છે. સૂત્રોના મતે, તમિળ ફિલ્મ ‘કોલામાવુ કોકિલા’ની હિંદી રિમેકમાં જાન્હવી જોવા મળશે. તમિળ ફિલ્મમાં નયનતારા લીડ રોલમાં હતી. હિંદી ફિલ્મનું શૂટિંગ પંજાબમાં ટૂંક સમયમાં શરૂ થશે.

 

You cannot copy content of this page